<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

રાજપીપળા મિરેકલ હવેલીને બે નોટિસો આપવા છતાં નોટિસોની અવગણના કરતા પાલિકા લાલ આંખ કરશે??

બિલ્ડીંગ વપરાશનું પ્રમાણપત્ર અને ફાયર સેફ્ટી માટે એન. ઓ.સી. માટે પાલિકા એ બે નોટિસ આપવા છતાં સંચાલક એ કોઈ પરવાહ ના કરી: ઉપરાંત હાલમાં ત્યાં લાગેલ ફાયર માટે ની પાઇપ તોડી નાંખી હોવાની તસવીરો વાયરલ થતાં સંચાલકને નગરપાલિકા ત્રીજી અને છેલ્લી નોટિસ ફટકારશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:દેશમાં અનેક આગની દુર્ઘટનાના કારણે દરેક એકમોમાં ફાયર સેફ્ટી સહિતની જરૂરી કામગીરી ફરજિયાત કરાવવા સરકારે કડક સૂચના આપી તાત્કાલિક અમલ કરવા તંત્રને હુકમ કર્યા બાદ લગભગ દરેક જગ્યાઓ પર તેની અમલ કરાયો હતો પરંતુ કેટલાક લોકો સરકારના નિયમોની અવગણના કરી રહ્યા હોય તેમ રાજપીપળા શેઠ ફળિયામાં આવેલ મિરેકલ હવેલી પાસે હાલમા પાલિકા દ્વારા મુકાયેલ ફાયર પાઇપ કે જે કોઈ આગની ઘટના સમયે જો ફાયરના બંબા પાણી પૂરું થઈ જાય તો આ પાઇપ દ્વારા પાણી ભરી આગ પર કાબુ મેળવવા લગાવવા આવી હતી એ પાઇપ તોડી નાખી હોવાની તસવીરો વાયરલ થયા પાલિકા ના જવાબદાર સ્ટાફ પાસે પણ આ તસવીરો પહોંચતા પાલિકા આગળ કાર્યવાહી કરશે એમ જાણવા મળ્યું હતું.
પાલિકા તંત્ર પાસેથી જાણવા મળ્યા મુજબ મિરેકલ હવેલીને ફાયર સેફ્ટી માટે એન. ઓ.સી. અને બિલ્ડિંગ વપરાશ પ્રમાણપત્ર માટે બે વખત પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હોવા છતાં ત્યાંના સંચાલકે આ માટે કોઈજ દરકાર નહી રાખી હજુ સુધી સરકારી કાયદાનું પાલન નથી કર્યું ઉપરથી ફાયર પાઇપ તોડી હોય તો આ દરેક બાબત ને ધ્યાને લઇ પાલિકા દ્વારા હવે ત્રીજી અને અંતિમ નોટિસ આપશે, ત્યારબાદ પણ જૉ સંચાલક નિયમોનું પાલન નહિ કરે તો ફાયર સેફ્ટી ના નિયમ મુજબ તેમની પ્રોપર્ટી શીલ થઈ શકે છે તેમ પાલિકાના ઇજનેર એ જણાવ્યું હતું.
બોક્ષ : મિરેકલ હવેલીમાં અનેક કાર્યક્રમો થયા છે અને અમુક સમયે પ્રવાસીઓને રૂમો ભાડે પણ અપાઈ છે ત્યારે આમ એક ગેસ્ટ હાઉસ અને હોલની જેમ તેના સંચાલક ઉપયોગ કરતા હોવા છતાં ફાયર સેફ્ટી જેવી બાબતે ગંભીર નથી થતા અને પાલિકા ની નોટિસોની પણ અવગણના કરતા હોય તેઓ શું કોઈ રાજકીય પીઠબળ ધરાવે છે..? કોના આશીર્વાદ થી સંચાલક મનમાની કરે છે..? તેવી ચર્ચા હાલ સાંભળવા મળી છે


 

(12:32 AM IST)