તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 21st November 2024
ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરે 16 કરોેડનું કોભાંડ કર્યું : તપાસ કમિટીની રિપોર્ટમાં પણ ચોંકાવનારા ખુલાસા
યુનિવર્સિટીની મળેલી બેઠકમાં પ્રોફેસરના કૌભાંડનો યુ.ડી.સી.એલ. રિપોર્ટ સબમિટ કરાયો : હવે પ્રોફેસર સામે કયા પગલા લેવામાં આવશે તે એક ગંભીર પ્રશ્ન ઉઠ્યો

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન ડિપાર્ટમેન્ટના પૂર્વ કોર્ડિનેટર અને પ્રોફેસરે 16 કરોડ રૂપિયાની ગેરરીતિ આચરી હોવાનું થોડા સમય પહેલા સામે આવ્યું હતું. આ મામલે યુનિવર્સિટી દ્વારા પ્રોફેસરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ મામલો ગુજરાત યુનિવર્સિટીની મળેલી બેઠકમાં કેન્દ્ર સ્થાને રહ્યો હતો. બેઠકમાં પ્રોફેસરના કૌભાંડનો યુ.ડી.સી.એલ. રિપોર્ટ સબમિટ કરાયો હતો.
જે રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો તે રિપોર્ટમાં પ્રોફેસર આરોપી સાબિત થયા છે. ગુજરાત યુનિવર્સિટી પ્રોફેસરને લીગલ ઓપિનિયન લઈ શો કોઝ નોટિસ ફટકારશે. ચોંકાવનારી વાત તો એ છે કે, ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટી પ્રોફેસર પર લાગેલા કૌભાંડના આરોપોને લઈને વિવાદમાં આવી છે.
યુનિવર્સિટીના એનિમેશન વિભાગના કો-ઓર્ડિનેટર અને પ્રોફેસર કમલજીત લખતરિયાએ 16 કરોડ રૂપિયાની ગેરરીતિ કરી હોવાના આક્ષેપો થયા હતા. કૌભાંડના આક્ષેપો સામે આવતા યુનિવર્સિટીએ કમલજીત લખતરિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. આ મામલે એક તપાસ કમિટીની રચના કરી હતી.
યુનિવર્સિટીમાં પ્રોફેસર દ્વારા થયેલા આ ભ્રષ્ટાચારનો મુદ્દો યુનિવર્સિટીની યોજાયેલી સિન્ડિકેટની બેઠકમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો. આ બેઠકમાં ગુજરાત યુનિ.ના 16 કરોડોના કૌભાંડી પ્રોફેસર સામેનો જ્યુડિશિયલ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં પ્રોફેસર કમલજીત લખતરિયા આરોપી સાબિત થયા છે. તેમની સામે એનિમેશન ડિપાર્ટમેન્ટના MOUની રકમની 16 કરોડની ઉચાપતના આક્ષેપ થયા હતા. પ્રોફેસરે તેમની પત્ની, સગા-સંબંધીઓના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરી હતી.
(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
