News of Thursday, 21st November 2024
અમદાવાદના થિયેટરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અભિનેતા જિતેન્દ્ર સાથે ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ જોઈ
ભાજપના મોટા નેતાઓ પણ તેમની સાથે આ ફિલ્મ જોવા પહોંચ્યા હતા

અમદાવાદ, તા.૨૧: ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ હાલ ઘણી જ ચર્ચામાં છે. વડાપ્રધાન મોદી દ્વારા પણ આ ફિલ્મના વખાણ કરવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ આ ફિલ્મને નિહાળવા માટે થિયેટરમાં ગયા હતા. જેમાં તેમની સાથે ગળહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને બોલીવૂડના જાણીતા એક્ટર જિતેન્દ્ર પણ જોવા મળ્યા હતા.
અમદાવાદના આશ્રમ રોડ પર આવેલ સિટી ગોલ્ડ સિનેમામાં મુખ્યમંત્રી આ ફિલ્મ નિહાળવા પહોંચ્યા હતા. જેમાં તેમની સાથે ગળહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને બોલીવૂડના એક્ટર જિતેન્દ્ર પણ હતા. સાથે જ ભાજપના મોટા નેતાઓ પણ તેમની સાથે આ ફિલ્મ જોવા પહોંચ્યા હતા. ‘કાશ્મીર ફાઈલ' અને ‘કેરલા સ્ટોરી' જેવી જ આ ફિલ્મ છે. જેમાં સત્ય બહાર આવ્યું છે. લોકોને ફિલ્મ થકી ખબર પડશે કે ખરેખર શું થયું હતું.
અગાઉ આ ફિલ્મને લઈને વડાપ્રધાન મોદીએ ફિલ્મને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે ‘X' પર માહિતી આપતા કહયું છે કે, સારું છે કે સત્ય બહાર આવી ગયું. જેથી સામાન્ય માણસ પણ આ સત્યને જાણી શકશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, ખોટી વાત મર્યાદિત સમય માટે જ હોય છે. અંતે તો હકીકત બહાર આવીને જ રહે છે.
વધુમાં આ ફિલ્મને લઈને પીએમ મોદીએ એવું પણ કહયું કે ફેક નેરેટિવ મર્યાદિત સમય માટે જ ચાલી શકે. અંતે હકીકત તો હંમેશા બહાર આવશે. ૨૦૦૨માં ગુજરાતમાં થયેલ ગોધરા ટ્રેન દુર્ઘટના પર આ ફિલ્મ બનાવવામાં આવી છે. સૌથી મોટી વાત તો એ છે કે નિર્માતાઓ દ્વારા આ ફિલ્મને સ્ક્રીન પર દર્શાવવાની હિંમત દેખાડવામાં આવી છે. ફિલ્મમાં ખાલી તે સમયે જે ઘટના બની હતી તેને દર્શાવવામાં આવી છે તેવું નથી. જો તમે ફિલ્મનું ટ્રેલર પણ જોશો તો આ ફિલ્મની વાર્તાને ઉંડાઈપૂર્વક બતાવવામાં આવી છે.
આ ફિલ્મની સ્ટોરી વિશે જો વાત કરીએ તો ઘટનાનું સત્ય જાણવા માટે આ ફિલ્મ સંઘર્ષ અને સસ્પેન્સથી શરૂ થાય છે. જેમાં અભિનેતા વિક્રાંત મેસ્સી એક પત્રકાર છે. ફિલ્મમાં એક અંગ્રેજી પત્રકાર મનિકા રાજપુરોહિતનો રોલ પણ છે જેમાં બંને વચ્ચે સત્ય અને અસત્ય વચ્ચેની રેખા બતાવવામાં આવી છે. જોકે ફિલ્મમાં ખરો વળાંક તો ત્યારે આવે છે જ્યારે અમળતા ગિલ એટલે કે રાશિ ખન્નાની એન્ટ્રી થાય છે. જે વિક્રાંત મેસ્સીના અધૂરા પ્રયાસોને ફરી સફળ કરવા સમગ્ર ઘટનાની તપાસ કરે છે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં અભિનેતા વિક્રાંત મેસ્સીની એક્ટિંગ સૌથી સારી છે. ફરી એકવાર તેણે દર્શકોના દિલ જીતી લીધા છે. ‘૧૨ ફેલ' અને ‘સેક્ટ ૩૬' જેવી સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ તેણે ફરી એકવાર તેનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. બેક ટુ બેક વિક્રાંત મેસ્સીની છેલ્લા ૧ વર્ષમાં જેટલી પણ ફિલ્મો આવી છે તેમાં તેની એક્ટિંગ સૌથી બેસ્ટ રહી છે. જેથી તેના ચાહકો પણ દિવસેને દિવસે વધી રહયા છે.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
