તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 21st November 2024
વડોદરા પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપનની હત્યાનો કેસ:પોલીસે આરોપી બાબરને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બાબર પઠાણને સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો

વડોદરાના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની હત્યા કેસમાં આજે પોલીસે મુખ્ય આરોપી બાબર પઠાણને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. વહેલી સવારે ચુસ્ત બંદોબસ્ત સાથે આરોપીને લઇને પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી. આરોપીની સાથે રાખી રિ-કન્સ્ટ્રક્શન કરી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યાં છે.
વડોદરાના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની હત્યાના ગુનામાં પોલીસે મુખ્ય આરોપી બાબર પઠાણ સહિત 9 આરોપીને ઝડપી પડ્યા છે. આરોપીઓ હાલ રિમાન્ડ પર છે. ત્યારે આજે વહેલી સવારે ઝડપાયેલા આરોપીઓ પૈકી મુખ્ય આરોપી બાબર પઠાણને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતુ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બાબર પઠાણને સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.
પોલીસ બાબર પઠાણને હોસ્પિટલ લઇને આવી ત્યારે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. બાબરે તપન પરમારની હત્યા ક્યાં અને કેવી રીતે કરી તેનું પોલીસે રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા હત્યા મામલે તટસ્થ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યાં છે. પોલીસ દ્વારા ગઇકાલે સાંજે બે આરોપીને ઝડપવામાં આવ્યા હતા. જેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માગણી કરવામાં આવશે. પોલીસ દ્વારા 10 આરોપીઓમાંથી 9 આરોપીની ધરપકડ કરી લીધી છે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
