<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

ગુજરાતના ગૌરવરૂપ યુપીના રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલનો જન્‍મદિન

 

રાજકોટઃ ભારતના સૌથી મોટા રાજય ઉત્તરપ્રદેશના રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલનો જન્‍મ ૧૯૪૧ ના વર્ષની ર૧ નવેમ્‍બરે થયેલ આજે ૮૪ માં વર્ષના દ્વાર ખટખટાવ્‍યા છે. મૂળ મહેસાણા જિલ્લાના વીજાપુર તાલુકાના ખરોડ ગામના વતની શ્રીમતી આનંદીબેન વિદ્યાર્થી કાળથીજ નેતૃત્‍વના ગુણ ધરાવે છે. શાળામાં તેમને રમતગમત ક્ષેત્રે શ્રેષ્‍ઠ દેખાવ બદલ ‘વીરબાળા' પુરસ્‍કાર મળેલ અમદાવાદની મોંઘીબા કન્‍યા વિદ્યાલયમાં ૩ દાયકા સુધી શિક્ષિકા તરીકે સેવા આપેલ રાજયસભાના સભ્‍ય, ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ઉપરાંત સરકારમાં દોઢ દાયકા સુધી શિક્ષણ, માર્ગ મકાન, મહેસુલ, શહેરી વિકાસ વગેરે વિભાગોના કેબીનેટ મંત્રી પદે રહી ચૂકયા છે ર૪ મેં ર૦ર૪ થી ૬ ઓગષ્‍ટ ર૦૧૬ સુધી ગુજરાતના પ્રથમ મહિલા મુખ્‍યમંત્રી તરીક તેમણે ફરજ બજાવેલ. મુખ્‍યમંત્રી પદેથી નિવૃત થયા બાદ પહેલા મધ્‍યપ્રદેશમાં અને હાલ છેલ્લા સાડા પાંચ વર્ષથી ઉત્તરપ્રદેશમાં રાજયપાલ તરીકે કાર્યરત છે. બે રાજયમાં રાજયપાલ બનનાર તેઓ એક માત્ર ગુજરાતી મહિલા છે. ફોન નં. ૦૫૨૨-૨૨૩૬૪૯૭,  ૨૨૩૬૩૨૨.

(12:07 PM IST)