હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદના એસજી હાઇવે પર શોરૂમના કર્મચારીની ઓળખ આપી ગઠિયો લકઝુરિયસ BMW કાર લઈને ફરાર
ટ્રેલરચાલકે સરખેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ગઠિયા વિરૂદ્ધમાં છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદ : અમદાવાદના એસજી હાઇવે પર આવેલ BMW શોરૂમનો કર્મચારી બનીને કંપનીમાંથી નવી કારની ડિલિવરી કરવા આવેલ ટ્રેલરના ચાલક પાસે જઈને ત્રણેષ કાર શોરૂમ પર લઇ જવાની છે. તેમ કહીને એક કાર પહેલા મૂકીને આવુ તેમ કહીને ગઠીયો નવી કાર લઈ ગયો હતો. લાંબો સમય થવા છતાં બીજી કાર લેવા ન આવતા ટ્રેલરના કંડક્ટર શોરૂમ ખાતે જઈને તપાસ કરતા ત્યાં કોઈ યુવક કાર લઈને આવ્યું ન હોવાનું સામે આવ્યું હતું. આ અંગે ટ્રેલરચાલકે સરખેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ગઠિયા વિરૂદ્ધમાં છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ઉત્તરપ્રદેશના સુલતાનપુરમાં રહેતા રાજકુમાર યાદવ છેલ્લા બે વર્ષથી હરિયાણાના ગુંડગાવમાં આવેલ જૈનીક્ષ પરવેન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ડ્રાઈ વર તરીકે નોકરી કરે છે. રાજકુમાર ટ્રેલરમાં જૈનીલ પરવેન કંપનીમાંથી નવી કાર ટ્રેલરમાં ભરીને અલગ અલગ રાજ્યોના શોરૂમમાં ડિલિવરી કરે છે. રાજકુમાર અને કંડકટર મોહમદ તસ્લીમ રાયન બન્ને ગત 12 નવેમ્બરે ચૈન્નાઈથી BMW કંપનીમાંથી નવી મેન્યુફેક્ચર થયેલી 6 કાર ટ્રેલરમાં ભરીને ડિલિવરી કરવા ગુજરાત આવવા નીકળ્યો હતો.
રાજકુમારે ગત 18 નવેમ્બરે 3 કાર સુરતમાં BMW શોરૂમમાં ડિલિવરી કરી હતી. જ્યારે બાકીની 3 કારની ડિલિવરી કરવા રાજકુમાર SG હાઇવે પર આવેલ ગેલોપ્સ ઓટો હાઉસના શોરૂમમાં ડિલિવરી કરવાની હોવાથી તે વહેલી સવારે અમદાવાદ આવ્યો હતો. સવારના 5 વાગ્યાની આસપાસ શોરૂમ બંધ હોવાથી રાજકુમાર અને તસ્લીમ યાદવ ટ્રેલરને થોડે દૂર સાઈડમાં ઉભુ રાખીને આરામ કરી રહ્યા હતા ત્યારે 8 વાગ્યાની આસપાસ એક યુવક ટ્રેલર 2 પાસે આવીને ચાલક રાજકુમારને ઉઠાડ્યા હતા.
બાદમાં યુવકે રાજકુમારને કહ્યું કે, હું BMW શોરૂમમાંથી આવું છું અને ટ્રેલરમાં BMW કંપનીની જ ગાડીઓ છે? રાજકુમારે હા પાડતા યુવક BMWના શોરૂમ તરફ ગયો હતો. થોડીવાર પછી ફરીથી યુવકે ટ્રેલર પાસે આવીને રાજકુમારને કહ્યું કે, અહીંયા ગાડીઓ ખાલી કરીશું તો ટ્રાફિક જામ થશે એટલે તમે ટ્રેલર 2 થોડું આગળ લઈ લો તેમ કહી કહીને યુવક ટ્રેલરની આગળ ચાલતો ચાલતો બ્લુ લગુન પાર્ટી પ્લોટ પાસે લઈ ગયો હતો. જ્યાં યુવકે ગાડીઓને ટ્રેલરમાંથી બહાર કાઢવાનું કહેતા રાજકુમારે પહેલા ચા-નાસ્તો કરી લઈએ પછી કાર ઉતારીશ તેમ કહ્યું હતું.
રાજકુમાર અને તસ્લીમ નાસ્તો કરી લીધા બાદ ટ્રેલર પાસે આવતા યુવકે ત્રણેય ગાડીઓના કાગળો માંગ્યા અને કાર નીચે ઉતારવાનું કહ્યું હતું. જેથી રાજકુમારે ત્રણેય કાર નીચે ઉતારીને ચાવીઓ તેને આપી દીધી હતી. બાદમાં યુવકે રાજકુમારને કહ્યુ કે, એક પછી એક કાર હું શોરૂમમાં મૂકી આવું તેમ કહીને એક BMW કાર લઈને યુવક જતો રહ્યો હતો. જો કે, 20 મિનિટ કરતા વધારે સમય થયો છતાં યુવક બીજી કાર લેવા નહીં આવતા રાજકુમારે તાત્કાલિક તસ્લીમને શોરૂમ પર જઈને તપાસ કરવાનું કહ્યું હતું. તસ્લીમ શોરૂમ ખાતે પહોંચીને સિક્યુરિટી ગાર્ડને યુવકે અંગે પૂછતા ગાર્ડે કહ્યું કે, નવી કાર લઈને કોઈ યુવક અહીંયા આવ્યો જ નથી. આ અંગે રાજકુમારે સરખેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધમાં રૂપિયા 60.49 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
