હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હોળી પહેલા તમામ ઝોનમાં વિવિધ ટ્રેનોમાં 1000 જનરલ કોચ જોડાશે :વધારાના જનરલ કોચ સાથે 370 ટ્રેનો દોડશે
રેલવે વધારાના જનરલ કોચ જોડીને સામાન્ય ગરીબ માણસને રાહત આપવાનો પ્રયાસ કરાશે: અમદાવાદથી વારાણસી, દરભંગા, દિલ્હી, જયપુર, પટના, લખનઉં તરફની ટ્રેનોમાં આ વધારાના જનરલ કોચ જોડશે

અમદાવાદ : રેલવે બોર્ડ દ્વારા હવે ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યા વધારવાની કામગીરી હાથ ધરાઇ છે. પશ્ચિમ રેલવેમાં ચાલુ નવેમ્બર માસના અંત સુધીમાં મુંબઈથી ઉત્તર ભારતના વિવિધ સ્થળોએ જતી-આવતી ટ્રેનોમાં વધારાના જનરલ કોચ જોડીને ગરીબ માણસને મુસાફરીમાં રાહત આપવાનો પ્રયાસ કરાશે. અમદાવાદથી વારાણસી, દરભંગા, દિલ્હી, જયપુર, પટના, લખનઉં તરફની ટ્રેનોમાં આ વધારાના જનરલ કોચ જોડવામાં આવનાર હોવાનું હાલ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.
આ અંગે રેલવે બોર્ડ દ્વારા આયોજન હાથ ધરાયું છે. બોર્ડના અધિકારીના જણાવ્યા મુજબ, આગામી હોળીના તહેવારમાં મુસાફરોની અતિભારે ભીડને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં રેલવેના તમામ ઝોનમાં કુલ 370 ટ્રેનોમાં વધારાના એક હજાર જેટલા જનરલ કોચ જોડવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અગાઉ પણ 583 જનરલ કોચ વિવિધ ટ્રેનોમાં જોડવાની કામગીરી પૂર્ણ કરાઇ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
