<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

રાજ્યમાં દિવસનું તાપમાન હજુ નીચું આવશે.પણ કોલ્ડ વેવની સંભાવના નથી. જાણો ઠંડી-કોલ્ડ વેવને લઈને પરેશ ગોસ્વામીનો શું કહે છે વર્તારો ?

હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી મુજબ પવનની સ્પિડ નોર્મલ હતી તેમા સામાન્ય વધારો થશે, દિવસે ગરમી--ઉકળાટથી રાહત મળશે. દિવસમાં ઠંડી જોઈએ તેવી અનુભવાશે નહીં

અમદાવાદ : હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેની માહિતી તેના સોશિયલ મીડિયા પેજ પર આપી છે. જેમા તેમણે વાદળા, પવનની ગતિ અને કોલ્ડ વેવને લઈને વાત કરી છે.

પરેશ ગૌસ્વામી જણાવ્યું હતું કે દિવસના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. શિયાળુ પાકનું વાવેતર કરી શકાય તે પ્રકારનું વાતાવરણ થઈ ગયો છે. હાડ થીજવી દે તેવી ઠંડી 25 નવેમ્બર સુધી આવે તેવી કોઈ સંભાવના જોવા મળતી નથી. 21 નવેમ્બર પછી દિવસનું તાપમાન હજુ નીચું આવશે. પરંતુ કોલ્ડ વેવની સંભાવના નથી.

25 નવેમ્બર સુધી આકાશમાં વાદળા જોવા મળે તેવી સંભાવના પણ હાલ નથી. આકાશ ચોખ્ખું રહેશે. 25થી 30 નવેમ્બર વચ્ચે અમુક વિસ્તારમાં વાદળા જોવા મળે તેવી સંભાવના છે. પવનની વાત કરીએ તો હાલ ઉત્તર પૂર્વના પવનો છે. સૂકા ભૂરના પવન માટે હજુ 10 દિવસ રાહ જોવી પડશે.

પવનની સ્પિડ નોર્મલ હતી તેમા સામાન્ય વધારો જોવા મળશે. દિવસે ગરમી-ઉકળાટથી રાહત મળશે. દિવસમાં ઠંડી જોઈએ તેવી અનુભવાશે નહીં. ઝાકળ વર્ષા કે ધુમ્મસની હાલ કોઈ સંભાવના નથી. તાપમાન ઘટશે અને પવનની ઝડપ થોડી વધશે તેવી સંભાવના નથી.

(1:49 PM IST)