હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 21st November 2024
ધો. ૧૦ ની પરીક્ષા ૧૮ માર્ચ અને ધો. ૧ર ની પરીક્ષા ૪ એપ્રીલે પૂર્ણ થશે
તા.૧પ ફેબ્રુઆરીની સીબીએસઇની ધો.૧૦-૧ર ની પરીક્ષાનો પ્રારંભ

રાજકોટઃ તા. ર૧ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦-૧રની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યા બાદ ગઇકાલે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(સીબીએસઇ) દ્વારા ધો.૧૦-૧રની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે.
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(સીબીએસઇ) એ ધો.૧૦-૧ર ની બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. જેમાં ધો. ૧૦ અને ધો.૧ર ની પરીક્ષા તા. ૧પ ફેબ્રુઆરીની લેવાનો પરીક્ષાનો કાયક્રમ વેબસાઇટ ઉપર જાહેર થયો છે.
સીબીએઇ દ્વારા ધો.૧૦ ની પરીક્ષા તા. ૧પ ફેબ્રુઆરીથી તા.૧૮ માર્ચ દરમ્યાન લેવાશે. જયારે ધો. ૧ર ની પરીક્ષા તા. ૪ એપ્રિલ સુધી ચાલશે.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
