<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

રાજય સરકાર શ્રેષ્‍ઠ કલેકટર ડીડીઓ સહિત ર૦ અધિકારીઓને પ૧-પ૧ હજારનું ઇનામ આપશે

વડોદરા, નવસારી, વલસાડ, પાટણ, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, નર્મદા, પોરબંદર જીલ્લાના અધિકારીઓની પસંદગી

રાજકોટ, તા. ર૧: ગુજરાત રાજય સરકાર દ્વારા ર૦૧૯ થી ર૦ર૪ દરમિયાન ઉત્‍કૃષ્‍ઠ સેવાઓ બદલ શ્રેષ્‍ઠ કલેકટર, શ્રેષ્‍ઠ જીલ્લા વિકાસ અધિકારી સહિત ર૦ અધિકારીઓને પુરસ્‍કાર અર્પણ કરવામાં આવશે. જેમાં વડોદરાનાં જીલ્લા કલેકટર શાલિની અગ્રવાલ, નવસારીનાં આદ્રા અગ્રવાલ, વલસાડનાં ડી.ડી.ઓ. અર્પિત સાગર, પોરબંદરના વી.કે. અડવાણી, વલસાડનાં આર.આર. રાવલ, પાટણનાં સુપ્રિતસિંઘ ગુલાટી, જુનાગઢના ડીડીઓ પ્રવિણ ચૌધરી, નવસારીનાં ડીડીઓ પ્રશસ્‍તિ   પરીક, વલસાડના કલેકટરશ્રી સૂર્યકાંત રાવ અત્રે, દેવભૂમિ દ્વારકાના એમ. એ. પંડયા, વસલાડના ડીડીઓ મનિષ ગુરૂવ, દેવભૂમિ દ્વારકાનાં ધર્મૈન્‍દ્રસિંહ જે. જાડેજા, બનાસકાંઠાના કલેકટર આનંદ બાબુલાલ પટેલ, ઉપરાંત જતીનભાઇ પરીખ, અર્પિત  સ્‍વગર, શ્‍વેતા ટેઓટી, મનિષ ગુરવાની, પુષ્‍પ લતા સહિતના ને પુરસ્‍કાર અપાશે

(2:54 PM IST)