News of Thursday, 21st November 2024
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશનનો મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ કાર્તિક પટેલના ઘરે પહોચી
પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ હોસ્પિટલના ફાઉન્ડર કાર્તિક પટેલ ફરાર: ક્રાઈમ બ્રાંચે કોર્ટની મંજૂરી મેળવીને કાર્તિક પટેલના ઘરે તપાસ શરૂ કરી

અમદાવાદની કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશનનો મામલે, ક્રાઈમ બ્રાન્ચની ટીમ કાર્તિક પટેલના ઘરે પહોચી છે. ખ્યાતિ હોસ્પિટલ સામે પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ, હોસ્પિટલના ફાઉન્ડર કાર્તિક પટેલ ફરાર છે અને તેમનુ ઘર બંધ છે. ક્રાઈમ બ્રાંચે કોર્ટની મંજૂરી મેળવીને કાર્તિક પટેલના ઘરે તપાસ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ, ખ્યાતિ હોસ્પિટલના કેસમાં દરેક આરોપીઓના ઘરે તપાસ શરૂ કરી છે.
અગાઉ ખ્યાતિ હોસ્પિટલમાં પણ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી. ખ્યાતિ હોસ્પિટલના કેસમાં ડોકટર પ્રંશાત વજીરાણીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બાકીના ચારેય આરોપીઓ ફરાર છે જેમની સામે નોટિસ જાહેર કરી દેવામાં આવી છે.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
