News of Thursday, 21st November 2024
સુરતના અમરોલી સાયણ રોડ પર ઓવરબ્રિજ પર ડાયમંડ ફેક્ટરીના એકાઉન્ટનું પતંગની ચાઈનીઝ દોરીથી ગળું કપાયું
સમર્થ અરવિંદ નાવડીયા નામના યુવકના ગળાના ભાગેથી મગજમાં જતી ત્રણ નસ ચાઈનીઝ દોરીના કારણે કપાઈ ગઈ

સુરત : ઉતરાયણને બે મહિનાની હજુ વાર છે ત્યાં સુરતમાં અત્યારથી જ ચાઈનીઝ દોરીથી ગળુ કપાવવાનુ શરૂ થયું છે. સુરતના અમરોલી સાયણ રોડ પરની ઘટના ઘટી છે. ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલા ડાયમંડ ફેક્ટરીના એકાઉન્ટનું પતંગની દોરીથી ગળું કપાયું છે. પ્રતિબંધિત ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું છે.
સમર્થ અરવિંદ નાવડીયા નામના યુવકના ગળાના ભાગેથી મગજમાં જતી ત્રણ નસ ચાઈનીઝ દોરીના કારણે કપાઈ ગઈ હતી. હાલ યુવક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
