News of Thursday, 21st November 2024
મહિસાગરમાં સરકારી કુમાર છાત્રાલયના ચોકીદાર યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર
છેલ્લા 5 થી 6 મહિનાથી પગાર થયો નહોતો, જેને લઈને યુવાન ડિપ્રેશનમાં હતો તેવો પરિવારનો આક્ષેપ

મહિસાગરમાં સરકારી કુમાર છાત્રાલય ખાતે ચોકીદાર યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. પગાર સમયસર ના થતાં પગલું ભર્યું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. છેલ્લા 5 થી 6 મહિનાથી પગાર થયો નહોતો, જેને લઈને યુવાન ડિપ્રેશનમાં હતો તેવો પરિવારનો આક્ષેપ છે. તટસ્થ તપાસ થાય તેમજ યોગ્ય ન્યાય મળે તે માટે પરિવારજનોએ માંગ કરી હતી. જોકે પોલીસ દ્વારા પેનલ પી.એમ વીડિયોગ્રાફી સાથે કરવામાં આવી રહ્યું છે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
