<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની ઈ-KYC માટે લાંબી કતારો

૨ મહિના પહેલા ટોકન અપાયા છતા નંબર નથી આવ્યો : રેશન કાર્ડના લાભ માટે ઈ-KYC ફરજિયાત કરાઈ છે

સુરત, તા.૨૧ :સુરતમાં રાશન કાર્ડ માટે ઈ-KYC કરવા માટે લોકોને હાલાકીનો સામનો થઈ રહ્યો છે. સુરત જિલ્લા સહિતના શહેરમાં પણ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. શહેરની વિવિધ પુરવઠા કચેરીમાં લાંબી - લાંબી કતારો જોવા મળી છે. રેશન કાર્ડના લાભ માટે ઈ-KYC ફરજિયાત કરાઈ છે.

સુરતમાં રાશન કાર્ડ માટે ઈ-KYC કરવા માટે લોકોને હાલાકીનો સામનો થઈ રહ્યો છે. સુરત જિલ્લા સહિતના શહેરમાં પણ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. શહેરની વિવિધ પુરવઠા કચેરીમાં લાંબી – લાંબી કતારો જોવા મળી છે. રેશન કાર્ડના લાભ માટે ઈ-KYC ફરજિયાત કરાઈ છે. ઈ-KYC માટે પુણા પુરવઠા ઝોન કચેરી પર વહેલી સવારથી લાઈનો લાગી હતી. ઈ-KYC માટે લોકો અનેક દિવસથી ધક્કા ખાઈ રહ્યાં છે. બે મહિના પહેલાં તારીખ માટે ટોકન અપાયા હોવા છતા નંબર નહીં આયો હોવાનું સામે આવ્યુ છે.

 

(9:10 PM IST)