News of Thursday, 21st November 2024
ભાદરવા દેવાના મેળામાં મંદિર પાસે પ્રસાદ લેવા માટે ગયેલ વ્યક્તિની મોટરસાઇકલની ચોરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ભાદરવાદેવના મંદિર પાસે મુકેલી બાઈક ચોરી થતા માલિકે ફરિયાદ નોંધાવી છે
પ્રાપ્ત વિગતો અનુસાર ભાઈદાસભાઇ વીરસિંગભાઈ વસાવે, (રહે.ડોડવા તા.અક્કલકુવા જી.નંદુબાર )નાઓ એ આપેલ ફરિયાદ મુજબ તેમના ભાઇના સસરાના નામની હોન્ડા કંપનીની સાઇન મો.સા નંબર GJ-22-N-5794 જેની આશરે કિ.રૂ.૩૦,૦૦૦નું લઈને તેઓ ગરૂડેશ્વર રેલ્વે ફાટક પાસે આ મો.સા પાર્ક કરી ભાદરવા દેવાના મંદિરે ભરાતા મેળા દરમિયાન મંદિર પાસે ચોકડી પર પ્રસાદ લેવા માટે ગયેલ તે વખતે તા.૧૫/૧૧/૨૦૨૪ ના દિવસે કોઈ અજાણ્યો ચોર ઈસમ આ મોટરસાઈકલની ચોરી કરી લઈ ગયો હોય ગરુડેશ્વર પોલીસે અજાણ્યા ચોર વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
