<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

ગરુડેશ્વર તાલુકામાં ચાર દિવસથી ઝાડ નીચે બેઠેલ અસ્થિર મગજની મહિલાની વ્હારે પહોંચી અભયમ નર્મદા

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા :નર્મદા જિલ્લા નાં ગરુડેશ્વર તાલુકાનાં એક ગામમાંથી એક ત્રાહિત વ્યક્તિનો કોલ આવેલ, જેમાં આ વ્યક્તિ એ જણાવેલ કે એક અસ્થિર મગજની બહેન અસ્ત વ્યસ્ત હાલતમાં ચાર દિવસ થી મહુડાનાં ઝાડ નીચે બેસી રહી છે, જેથી તેમને ગામનાં લોકો ને પૂછપરછ કરી ત્યાર બાદ બહેનને આશ્રય મળી રહે માટે 181અભયમ પર કૉલ કરીને રેસ્કયું વાનની મદદ માગી હતી.

    ત્રાહિત વ્યક્તિનો કોલ આવતાની સાથે નર્મદા 181 ટીમ આ બહેનની મદદ માટે ઘટના સ્થળ પર પહોંચી ત્રાહિત વ્યક્તિ સાથે ચર્ચા કરતા જણાવ્યું હતું કે આ બહેન ચાર દિવસ થી મહુડાનાં ઝાડ નીચે રહે છે, અને ત્યાંજ સુવે છે તેમજ ગામનાં લોકો તેમને જમવાનુ આપે તે જમી લઈ અને એકલા બોલ્યા કરે છે. 181 ટીમ બહેનને મળ્યા નામ સરનામું અને પરીવારની પૂછપરછ કરી પરંતુ તેઓ બીજી ભાષા બોલતા હોવાનું જાણવા મળ્યું અને વધુ તેઓએ કંઈ પણ બાબત ન જણાવી માટે વધુ કાઉન્સલિંગ ન થઈ શકતા તેઓને પરીવાર સુધી પહોંચાડી શકાય માટે 181 ટીમ દ્વારા અસ્થિર મગજની મહિલાને રાજપીપળા ના સખી વન સ્ટોપ સેન્ટરમાં સુપરત કર્યા હતા.

(10:21 PM IST)