News of Thursday, 21st November 2024
નાંદોદના તોરણા ગામ માં મમતા દિવસની ઉજવણી દરમિયાન આરોગ્યલક્ષી તપાસ કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના તોરણા ગામે નાંદોદ આઈ.સી.ડી. એસ. અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે નાંદોદના સી.ડી.પી.ઓ. મોસમબેન પટેલની ઉપસ્થિતિમાં મમતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં બાળકોની તપાસ, વજન અને રસીકરણ સેવાઓ તેમજ સગર્ભા-ધાત્રી માતાઓ, કિશોરીઓની પણ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.
મમતા દિવસ નિમિત્તે કાર્યકર બહેનોએ સગર્ભા માતાની લોહીની તપાસ, હિમોગ્લોબિન, બ્લડ પ્રેશર સહિતની પ્રાથમિક તપાસ કરીને સગર્ભાવસ્થા દરમિયાન જરૂરી ફોલિક એસિડની ગોળીઓ આપી હતી. મમતા દિવસની ઉજવણી પ્રસંગે એલ.બી.ડબલ્યુ. બાળકના માતા-પિતાને કાંગારૂ કેર કરવાથી થતાં ફાયદા, બદલાતી ઋતુઓના કારણે લાગતા ચેપ તથા તેની સામે રક્ષણ અંગે પણ આંગણવાડી કાર્યકર બહેનો, એફ.એચ.ડબલ્યુ. અને આશા ફેસિલિટેટર સાથે રહીને વાલીઓને સમજણ પુરી પાડવામાં આવી હતી.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
