તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
વાવ ચુંટણી જંગ જીતી ભાજપે કોંગ્રેસને આપી પછડાટ
સ્વરૂપજી ઠાકોર વિજેતાઃ બનાસકાંઠા જીલ્લામાં છેક સુધી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત આગળ રહયા બાદ અંતિમ ૩ રાઉન્ડમાં બાજી ફરી જતા ભાજપનો રસાકસી બાદ વિજયઃ કોંગ્રેસ પાસેથી બેઠક છીનવી લીધી

(જયંતીભાઇ ઠક્કર-સંજય ડાંગર દ્વારા) પાટણ-ધ્રોલ તા. ર૩ :.. બનાસકાંઠા જીલ્લાની વાવ બેઠક ઉપર યોજાયેલ પેટા ચૂંટણીમાં ભારે રસાકસી બાદ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો વિજય થતા ભાજપનો ભગવો લહેરાયો છે.
બનાસકાંઠા જીલ્લાની વાવ બેઠક ઉપરથી ચૂંટાયેલા ગેનીબેન ઠાકોર સાંસદ તરીકે ચૂંટણી લડયા બાદ તેઓ વિજેતા થતા વાવ બેઠક ઉપર પેટાચૂંટણી યોજાઇ હતી.
જેની આજે સવારના ૮ વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં શરૂઆતથી જ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાઉન્ડ આગળ રહ્યા હતાં.
જો કે છેલ્લા ૩ રાઉન્ડની મત ગણતરી બાકી હતી. ત્યારે બાજી પલ્ટાઇ હતી અને ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર આગળ આવવા લાગ્યા હતાં.
મત ગણતરીના અંતે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને પછડાટ આપીને વિજેતા થયા હતા.
ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના વિજયથી ભાજપની છાવણીમાં ઉત્સાહ છવાયો છે અને કોંગ્રેસની છાવણીમાં સન્નાટો બોલી ગયો છે.
વાવપેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત સામે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો ૧૩૦૦ મતથી વિજય થયો છે.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
