તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
સુરતમાં શાળા કોલેજ આસપાસના લારી ગલ્લાઓનું ડ્રગ્સ અંતર્ગત સરપ્રાઇઝ ચેકીંગ
સંખ્યાબંધ વાલીઓ દ્વારા અનુપમસિંહ ગેહલોત પાસે થયેલ રજુઆત અંતર્ગત કાર્યવાહી : ક્રાઇમબ્રાંચ વડા રાઘવેન્દ્ર વસ્તનાં માર્ગદર્શનમાં ડીસીપી રાજદીપસિંહ નકુમનાં નેતૃત્વમાં પીઆઇ અશોક ચોૈધરી ટીમો ત્રાટકી

રાજકોટ તા.૨૩: નો ડ્રગ્સ ઈન સુરત અભિયાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની ટોપ પ્રાયોરિટી પર છે , યુવા પેઢી નશાની ગર્તામાં ધકેલાય જાય અને માતા પિતા સહિતના પરિવાર માટે જીવતા જીવ મળત્યુ જેવી હાલત થાય તે પીડા માનવીય અભિગમ ધરાવતા આ આઇપીએસ વડોદરામાં પ્રથમ વખત પોલીસ કમિશનર નિમાયા ત્યારથી સારી રીતે સમજી ગયા હતા.
વડોદરામાં સંખ્યાબંધ વડીલો દ્વારા તેમની મદદ માગતા જોરદાર અભિયાન ચલાવી ઘણા બાળકોને એ રસ્તેથી પાછા વાળી તેમને આ બાબતના સુધાર કેન્દ્રમાં મોકલવામાં વ્યવસ્થા કરેલ, તેમના આ પ્રયાસો રાજ્ય ભરમાં જાણીતા હોવાથી સુરતના લોકો તેમની પાસે નાની મોટી રજૂઆતો સાથે આ પ્રકારની મદદ માગે ત્યારે તેને પ્રાથમિકતા આપે છે.
શાળા કોલેજ નજીક આવેલ કેટલીક લારીઓ પાનના ગલ્લા આવી પ્રવળત્તિઓ સાથે સંકળાયેલ હોવાની ઘણા વાલીઓ દ્વારા શંકા વ્યકત થયેલ, અને આ બાબતે શંકાનું સમાધાન થાય તે માટે સરપ્રાઈઝ ચેકીંગ કરાવે છે.
સૂરતવાસીઓ અને કેટલાક સિનિયર સિટીઝન દ્વારા દિવાળી અંતર્ગત અનુપમસિંહ ગેહલોતને તેમની કામગીરી બિરદાવી પોતાના આશીર્વાદ આપવા ગયેલ. વાતચીત દરમિયાન કેટલાક વાલીઓ દ્વારા શાળા કોલેજ નજીકની લારીઓ, ગલ્લા આસપાસ કેટલાક ટપોરીઓ આવું વેચાણ કરતા હોવાની રજૂઆત કરેલ.
લોકો અને સિનિયર સીટીઝન નાગરિકોને પોતાના પરિવારના વડીલ જેવું માન આપતા આ આઇપીએસ દ્વારા ગત રાત્રિએ ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત, ડીસીપી રાજદીપસિંહ નકુમ સાથે ટેલીફોનીક ચર્ચા કરી ચેકીંગ હાથ ધરવા સૂચના આપેલ.
આ સૂચના અંતર્ગત એસઓજી પીઆઇ અશોક ચોધરી તુરંત સૂચના મળતા સાથે પોતાની ટીમને અલથાણા વિસ્તારમાં પહોંચવા સૂચના આપેલ. ડીસીપી રાજદીપસિહ નકુમ પણ પીઆઇ અશોક ચોધરી ટીમનું નેતળત્વ કરવા સાથે રહેલ.
પોલીસ ટીમો ચેકીંગમાં નીકળતા લોકોના ટોળા ઉમટી પડેલ, પણ સદનસીબે ડ્રગ, ગાંજો કે પ્રતિબંધિત ઈ સિગારેટ કે વિદેશી સિગારેટ મળી આવેલ નહિ.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
