<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

મોડી રાત્રે અમદાવાદ સીપી અજય ચોૈધરી વાહન ચેકીંગમાં જોડાયાઃ કાળા કાચ સ્‍થળ પર જ દુર કર્યા

અસમાજીક તત્‍વોનાં આશ્રય સ્‍થાન, જેલમાં રહેલ ગુનેગારોની ઓળખ, વોન્‍ટેડ અપરાધીઓ સામે કાર્યવાહી કરવા ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર દ્વારા તાકીદના આદેશ : પ્રોપર્ટી ભાડે આપતા અગાઉ પોલિસને જાણ અચૂક કરો, ઘર કામ માટે રાખતા પહેલા તમામ રીતે વેરીફીકેશન કરી લોકો સહકાર આપે તેવી મારી અપેક્ષા છે....અકિલા સાથે સ્‍પેશ્‍યલ સીપીની વાતચીત

રાજકોટ તા.૨૩: અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક દ્વારા અમદાવાદ શહેરમાં તાજેતરમાં હત્‍યા સહિતની ગંભીર ઘટનાઓ અંતર્ગત પોલીસ તંત્ર સામે આકરી કાર્યવાહી કરવામાં આવેલ. ખ્‍યાતિ હોસ્‍પિટલ マદયના ખોટા ઓપરેશન કરનાર સામે ક્રાઇમબ્રાન્‍ચને તપાસ સુપ્રત કરી મહાનુભાવોને કાયદાનું ભાન કરાવેલ.                                   

હાલ તેઓ રજા પર હોવાથી તેમનો ચાર્જ લોકપ્રિય આઇપીએસ અજય ચોધરી પાસે છે, અસામાજિક તત્‍વો સામેની ઝુંબેશમાં લાપરવાહી ન રહે તે માટે તમામ પોલીસને મેદાને ઉતારી ખુદ સેનાપતિ એવા સીપી અજય ચોધરી પણ મોડી રાતે  વિવિધ સ્‍થળો પર પહોંચી જાતે ચેકીંગ કરી કાળા કાચ અર્થાત્‌ કાચ પર લગાડેલ ફિલ્‍મ દૂર કરી અંદર ચેકીંગ કરી પગલાંઓ લેવડાવે.

ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર અજય ચોધરી જાતે ચેંકીગમાં જોડાયાનાં સમાચારો વહેતા થતાં ડીસીપી સહિતના અધિકારીઓ પોતાના વિસ્‍તારના ચેકીંગ કાર્યવાહીનું નિરીક્ષણ કરવા દોડી ગયા હતા. ઇન્‍ચાર્જ કમિશનર અજય ચોધરી દ્વારા તમામ રીઢા ગુનેગારોના આશ્રય સ્‍થાન ચેક કરી હાલ તેવો કયા છે? તે ચેક કરવા આદેશ આપ્‍યા છે, લોકોને પણ કાળજી રાખવા સૂચના આપી છે. ઘર કામ રાખતા પહેલા તેના ઓળખપત્ર મેળવવા, ભાડે મકાન, ગોડાઉન આપતા પહેલા પોલિસને જાણ કરવા, ટ્રાફિક નિયમનો ભંગ ન કરવા , શંકાસ્‍પદ  ગતિવિધિ અંગે તુરંત પોલિસને જાણ કરવા અને પોલિસને સહકાર આપવા વિનંતી કરી છે. પોલીસ કમિશનર દ્વારા વોન્‍ટેડ આરોપીઓને પકડવા વિવિધ ટીમો કાર્યરત કરવા, શકમંદ સ્‍થળો ચકાસવા, નાકાબંધી, જેલમાં રહેલ ગુનેગારોની ઓળખ, અને ટેકનિકલ સર્વેલન્‍સ સાથે બાતમીદારોનું નેટવર્ક એક્‍ટિવ કરવા સૂચના આપી હોવાનું અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું.

(11:06 AM IST)