તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
લાંબા સમયથી દર્દથી પીડાતા મહિલાનું વોકહાર્ટ હોસ્પિટલમાં સફળ ઓપરેશન

(કેતન ખત્રી) અમદાવાદઃ તાજેતરમાં વોકહાર્ટ હોસ્પિટલના યુરોલોજીસ્ટ એન્ડ લેપ્રોસ્ક્રોપીક સર્જન ડો. મૈત્રેય જોશી તથા ટીમ દ્વારા એક જટીલ ઓપરેશન પાર પાડયુ, એક ૩૯ વર્ષીય દર્દી ઘણાં લાંબા સમયથી દુખાવાથી પીડિત હતા. તેમની કિડની અને કિડનીને મૂત્રાશયથી જોડતી નળીનું મુખ એકદમ સાંકડું (pelvi-ureteric Junction obstruction(PUJO)) હોવાથી પેશાબના ભરાવાને લીધે દુઃખાવો થતાં ઇન્ફેકશન થતું હતું અને કિડની પણ ઓછું કામ કરી રહી હતી. ત્યારે તેમને મુંબઇની હોસ્પિટલ થી ટ્રેનિંગ લીધેલ ડો. મૈત્રેય જોશીની દેખરેખ હેઠળ દાખલ કરવામાં આવ્યા.
ડો. મૈત્રેય જોશી (યુરોલોજિસ્ટ અને લેપસ્ક્રોપીક સર્જન વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ) એ જણાવ્યું હતું કે ‘‘ મૂત્ર માર્ગ સંબંધિત કોઇપણ સમસ્યા ગંભીર રોગનું કારણ બની શકે છે. આપણા શરીરમાંથી ગંદકી પેશાબ દ્વારા બહાર આવે છે, પરંતુ કેટલીકવાર કોઇ ચેપને કારણે પેશાબ બહાર કાઢતી બંને ગ્રંથીઓ યોગ્ય રીતે કામ કરતી નથી. આ મહિલા દર્દીના કેસમાં તેમની સર્જરી સંપૂર્ણ રીતેલેપોસ્ક્રોપીક-દૂરબીન દ્વારા કોઇપણ ચીરા કે કાપા વગર કરવામાં આવી. તેમના કિડનીના નળીના મુખની પ્લાસ્ટિક સર્જરી (reconstructive) (lap pyeloplasty) કરીને દર્દીને દુઃખાવામાં રાહત મળી છે. આ મહિલા દર્દીને સર્જરી ત્રીજા દિવસે હોસ્પિટલમાંથી રજા આપી હતી અને તેઓ સરળતાથી હવે હરીફરી શકે છે કિડનીને મોટું નુકશાન થતું બચ્યુ છે. તેમ અખબારી યાદીમાં જણાવાયુ છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
