<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

વાવ બેઠકમાં 18માં રાઉન્ડમાં ભાજપે 2231 મતની લીડ કાપી: ભાજપ-કોંગ્રેસ વચ્ચે મતનું અંતર ઘટી 8166 થયું

છેલ્લા ત્રણ રાઉન્ડમાં ભાજપ 3705 મતની લીડ કાપવામાં સફળ : રસાકસી ભર્યો મુકાબલો બની રહ્યો છે:ગુલાબસિંહને 18માં રાઉન્ડના અંતે 76138 મત જ્યારે સ્વરુપજીને 67972 મત મળ્યા

અમદાવાદ : વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 18માં રાઉન્ડમાં પણ ભાજપ મતની લીડ કાપવામાં સફળ રહ્યું છે. 18માં રાઉન્ડમાં ભાજપે 2231 મતની લીડ કાપી છે. હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મતનું અંતર ઘટીને 8166 થયું છે. રસાકસી ભર્યો મુકાબલો બની રહ્યો છે. ગુલાબસિંહને 18માં રાઉન્ડના અંતે 76138 મત જ્યારે સ્વરુપજીને 67972 મત મળ્યા છે.

18માં રાઉન્ડમાં પણ ભાજપ મતની લીડ કાપવામાં સફળ રહ્યું છે. 18માં રાઉન્ડમાં ભાજપે 2231 મતની લીડ કાપી છે. હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મતનું અંતર ઘટીને 8166 થયું છે. રસાકસી ભર્યો મુકાબલો બની રહ્યો છે. ગુલાબસિંહને 18માં રાઉન્ડના અંતે 76138 મત જ્યારે સ્વરુપજીને 67972 મત મળ્યા છે.

છેલ્લા ત્રણ રાઉન્ડમાં ભાજપ 3705 મતની લીડ કાપવામાં સફળ રહ્યું છે. 15માં રાઉન્ડમાં 517, 16માં રાઉન્ડમાં 1018 અને 17માં રાઉન્ડમાં 2170 મતની લીડ ભાજપે કાપી છે. જોકે હજી પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે 10397 મતનું અંતર છે. ધીમે-ધીમે ફરી રસાકસી જામી રહી છે.

17માં રાઉન્ડમાં ભાજપ 2179 મતની લીડ કાપવામાં સફળ રહ્યું છે. જોકે કોંગ્રેસ હજી 10397 મતથી આગળ ચાલી રહી છે. 17માં રાઉન્ડમાં ગુલાબસિંહને 2948 મત જ્યારે સ્વરુપજી ઠાકોરને 5118 મત મળ્યા છે. અત્યાર સુધીના કુલ મત જોઇએ તો ગુલાબસિંહને 73403 મત અને સ્વરુપજીને 63006 મત મળ્યા છે.

16માં રાઉન્ડમાં ભાજપ 1018 મતની લીડ કાપવામાં સફળ રહ્યું છે. જોકે કોંગ્રેસ હજી 13567 મતથી આગળ ચાલી રહી છે. 16માં રાઉન્ડમાં ગુલાબસિંહને 3558 મત જ્યારે સ્વરુપજી ઠાકોરને 4576 મત મળ્યા છે. અત્યાર સુધીના કુલ મત જોઇએ તો ગુલાબસિંહને 70455 મત અને સ્વરુપજીને 57888 મત મળ્યા છે.

15માં રાઉન્ડમાં ભાજપ 517 મતની લીડ કાપવામાં સફળ રહ્યું છે. જોકે કોંગ્રેસ હજી 13585 મતથી આગળ ચાલી રહી છે. 15માં રાઉન્ડમાં ગુલાબસિંહને 3404 મત જ્યારે સ્વરુપજી ઠાકોરને 3921 મત મળ્યા છે. અત્યાર સુધીના કુલ મત જોઇએ તો ગુલાબસિંહને 66897 મત અને સ્વરુપજીને 53312 મત મળ્યા છે.

અપક્ષ ઉમેદવારી નોંધાવીને વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં માવજી પટેલે ભાજપનું ગણિત બગાડ્યું છે. જો તેઓ ચૂંટણી ન લડ્યા હોત તો ભાજપને સારો ફાયદો થયો હોત. 14 રાઉન્ડના અંતે કોંગ્રેસ 14102 મતની લીડથી આગળ ચાલી રહી છે. ગુલાબસિંહ રાજપૂતને 63493 મત જ્યારે સ્વરૂપજીને 49391 મત મળ્યા છે. માવજી પટેલને 18128 મત મળ્યા છે.

વાવ વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસ સતત ભાજપને પાછળ છોડી રહી છે. 13 રાઉન્ડના અંતે કોંગ્રેસ 13978 મતથી આગળ ચાલી રહી છે. કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને 60362 મત અને ભાજપના સ્વરુપજી ઠાકોરને 46384 મત મળ્યા છે.

(1:41 PM IST)