<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

સુરતમાં કાયદો વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે માટે રાતે બેથી ચાર કોમ્‍બીંગઃ ૧૬૦૦ ઘરો ચેક કરાયા

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સુચના અનુસાર ભેસ્‍તાન વિસ્‍તારમાં કાર્યવાહી

રાજકોટ તા. ૨૩: સુરત શહેરમાં  કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાય રહે અને અસામાજીક પ્રવળતિ તથાગુનાખોરીને ડામવા તેમજ ભેસ્‍તાન વિસ્‍તારમાં રહેતા અસમાજીક તત્‍વો વિરૂધ્‍ધમાં પગલા લેવા માટે અને અસામાજીક તત્‍વો જ્‍યા રોકાવાની શકયતા હોય તેવા વિસ્‍તારોમાં કોમ્‍બિંગની કાર્યવાહી કરવાની સુચના અનુસંધાને ડિંડોલી  પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવેલ ભેસ્‍તાન આવાસ વિસ્‍તારમાં ડીસીપી ઝોન-૦૨ વિસ્‍તારના ડીંડોલી, લિંબાયત, ઉધના, ગોડાદરા, સલાબતપુરા પોલીસ સ્‍ટેશનોના અધિકારી/કર્મચારીઓની અલગ-અલગ  ૭ ટીમો બનાવી તેમજ ક્રાઇમ બ્રાંચની ટીમો દ્વારા રાતે બે થી સવારે પાંચ સુધી કોમ્‍બીંગ કરાયું હતું. જેમાં  આઉટર એરિયા કોર્ડન કરી વિસ્‍તારમાં અવરજવર પર નિયંત્રણ કરી કોમ્‍બીંગ શરૂ કરાયેલ.

આ કોમ્‍બીંગમાં ક્રાઇમ બ્રાંચની ટીમે ચાર ચાર  ડ્રોન દ્વારા એરિયલ વ્‍યૂ નિહાળી ચેકીંગ કર્યુ હતું. સાત ટીમોએ જુદા-જુદા બિલ્‍ડીંગમાં રહેતાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચુક્‍યા હોય તેવા અને ગુનેગારની છાપ ધરાવનારાઓને ચેક કર્યા હતાં. દરેક ટીમની આગેવાની એક પીએસઆઇને સોંપાઇ હતી. કોમ્‍બીંગ દરમિયાન મળી આવેલા અગાઉ પકડાઇ ચુક્‍યા હોય તેવા શખ્‍સો રાતે ક્‍યાં હતાં? તે સહિતની પુછતાછ થઇ હતી.

આ સમગ્ર કવાયતમાં  હથિયારધારા જાહેરનામા ભંગ કરતા ૦૫ શખ્‍સો, સુલેહશાંતિ ભંગ કરતાં ૦૬ શખ્‍સો સામે કાર્યવાહી થઇ હતી. તેમજ  ભેસ્‍તાન આવાસની બહાર નીકળવાના ૦૬ રસ્‍તા-ગેઇટ પર અલગ અલગ ૬ ટીમો દ્વારા વાહન ચેકિંગ કરી નંબર પ્‍લેટ વગરના, ફોલ્‍ટી નંબર પ્‍લેટ વાળા, વાહનના દસ્‍તાવેજ વગરના ૫૦ વાહન ચેક કરવામાં આવ્‍યા હતાં. તડીપાર, ટપોરી, લિસ્‍ટેડ બૂટલેગરો, નાસતા ફરતા શખ્‍સો, સક્રિય ગુનેગારો મળી ૩૭ને ચેક કરાયા હતાં. તેમજ અન્‍ય પચાસ શખ્‍સોની પુછતાછ થઇ હતી. એક શખ્‍સ વિરૂધ્‍ધ દારૂનો કેસ થયો હતો. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોૈતની સુચના અનુસાર આ કોમ્‍બીંગ નાઇટમાં ૧૬૦૦ ઘરોમાં ચેકીંગ કરાયુ઼ હતું.

(3:15 PM IST)