<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

SGVP શાળા રમતગમત ,આધ્યાત્મિકતા અને અભ્યાસના પાયા પર નિર્ધારિત છે. આ વર્ષે SGFI તેમજ NWR અંતર્ગત ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટબોલ, લોન ટેનિસ, સ્વિમિંગ, યોગા, ટેબલ ટેનિસ, સ્કેટિંગ, કરાટે અને વોલીબોલની સ્પર્ધા આયોજિત હતી. જેમાં sgvp શાળાના 255 વિદ્યાર્થીઓએ SGFI સ્ટેટ તેમજ NWR સ્ટેટ લેવલે ભાગ લીધેલ હતો.

જેમાંથી 2 વિદ્યાર્થીઓ SGFI નેશનલ માટે પસંદગી પામ્યા છે. અને 116 વિદ્યાર્થીઓ NWR નેશનલ લેવલની સ્પર્ધાઓ માટે પસંદગી પામેલ છે.
SGVP શાળાના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધા અંતર્ગત 84 ગોલ્ડ મેડલ,54 સિલ્વર મેડલ અને 36 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
SGVP શાળાના વિદ્યાર્થીઓએ વિજેતા બનીને શાળાનું ગૌરવ વધાર્યું હતું.
બાળકોની વિશેષ ઉપલબ્ધિ બદલ SGVP શાળાના પ્રેસિડેન્ટ શ્રી માધવપ્રિય દાસજી સ્વામી તેઓને સહગૌરવ અભિનંદન પાઠવે છે તેમજ શાળાના આચાર્યા પદમા કુમાર, ચીફ એડમિનિસ્ટ્રેટિવ હેમલ પંડ્યા ઉપરાંત શાળાના સ્પોર્ટ્સ કોર્ડિનેટર સંજય ચૌધરી તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે તથા સમસ્ત SGVP શાળા ગૌરવની લાગણી અનુભવે છે.

------- કનુભગત

00

(3:40 PM IST)