તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
સુરત હવાલા કૌભાંડમાં વધુ પાંચ આરોપીની ધરપકડ : અમદાવાદથી 3 અને સુરતથી 2 શખ્સોને ઝડપી લીધા
અમદાવાદની એચ.એમ.આંગડિયા પેઢીનો મિતેષ ઠક્કર પેઢીમાં મંગાવી યુએસડીટીમાં કન્વર્ટ કરાવતો

અમદાવાદઃ સુરત હવાલા કૌભાંડમાં વધુ પાંચ આરોપીની ધરપકડ કરી છે. જેમાં અમદાવાદમાંથી ત્રણ આરોપી અને બે આરોપીઓ સુરતથી ઝડપાયા છે. આ કેસમાં અમદાવાદના મિતેષ ઠક્કરની ધરપકડ કરાઇ છે. હવાલાના જે પૈસા આવતા હતા તેને અમદાવાદની એચ.એમ.આંગડિયા પેઢીનો મિતેષ ઠક્કર પેઢીમાં મંગાવી યુએસડીટીમાં કન્વર્ટ કરાવતો હતો. જ્યારે ઝડપાયેલા ઈવેન્ટ મેનેજમન્ટનું કામ કરતા અમદાવાદના બે યુવાન મહેશના ઈશારે ઓમ સાથે કામ કરતા હતા.
તમામ લોકો સાયબર ફ્રોડના રૂપિયા USDT માં કન્વર્ટ કરી વિદેશમાં હવાલાથી મોકલતા હતા. પાકિસ્તાન, દુબઇ, બાંગ્લાદેશ, ચાઈના જેવા દેશમાં હવાલા રૂપિયા મોકલી કૌભાંડ આચરતા હતા. મહેશ દેસાઈ નામ નો માસ્ટર માઈન્ડ હજી પણ પોલીસ પકડ થી દૂર છે. 100 કરોડથી વધુનું હવાલા કૌભાંડમાં અત્યાર સુધી 13 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
સુરત શહેર એસઓજીએ એક મહિના અગાઉ દરોડામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ચાઈનાથી આવતા હવાલાના પૈસાને યુએસડીટીમાં કન્વર્ટ કરવાનું રેકેટ ચલાવતા પિતા-પુત્ર સહિત ત્રણને પાડ્યા હતા. ચેકબુક, ડેબિટ કાર્ડ, સીમકાર્ડ, મોબાઈલ ફોન, પૈસા ગણવાના બે મશીન, ભારતીય અને વિદેશી કરન્સી કબજે કરી હતી. ઘરે બેસી છેલ્લા બે વર્ષથી કોઈપણ કરન્સીને યુએસડીટીમાં કન્વર્ટ કરતા પિતા-પુત્ર અહીંથી સાયબર ફ્રોડ માટેની કીટ દુબઈ પણ મોકલતા હતા.
રેકેટના સૂત્રધાર મકબુલ ડોકટરનો બીજો પુત્ર પણ આ રેકેટમાં સામેલ હોવાથી તેને તેમજ મૂળ અમદાવાદના અને હાલ દુબઈમાં રહેતા મહેશ દેસાઈ અને સુરતના ઝાંપાબજારના મુર્તઝા શેખને પણ વોન્ટેડ જાહેર કરાયા હતા. બાદમાં આ ગુનામાં કુલ સાતની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન એસઓજીએ દુબઇ બેઠેલો અમદાવાદનો મહેશ દેસાઈ અમદાવાદમાં 33 વર્ષના ઓમ રાજેન્દ્ર પંડ્યાના નામે પૈસા મંગાવતો હોવાનું બહાર આવતા સોમવારે તેની પણ ધરપકડ કરી હતી.
તેણે જણાવ્યું હતું કે હવાલાના જે પૈસા આવતા હતા તેને અમદાવાદની એચ.એમ.આંગડિયા પેઢીનો મિતેષ ઠક્કર પેઢીમાં મંગાવી યુએસડીટીમાં કન્વર્ટ કરાવતો હતો. આથી મિતેષ ઉર્ફે નિશાંત ગોકુળભાઈ ઠક્કરને પણ ઝડપી લીધો હતો. તેની સાથે અમદાવાદથી ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા અંકિત રાજપુર અનિલકુમાર બુંદેલા અને અલી સજાદ નુરાનીને પણ ઝડપી લીધા હતા.
બન્ને મૂળ અમદાવાદના અને હાલ દુબઈમાં રહેતા મહેશ દેસાઈના ઈશારે અગાઉ ઝડપાયેલા ઓમ સાથે કામ કરતા હતા. આ ઉપરાંત તપાસમાં જે 29 બેન્ક એકાઉન્ટની પાસબુક મળી હતી. તેની તપાસના આધારે એસઓજીએ સુરતથી 10 હજાર રૂપિયામાં એકાઉન્ટ ભાડે આપનાર સુરતના દાનીશ મુર્તુઝા અંસારી અને અબરારખાન નાસીરખાન પઠાણની પણ ધરપકડ કરી હતી.
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
