<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટરઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓના પુરસ્કારો :જુઓ સંપૂર્ણ યાદી

વર્ષ:૨૦૧૯થી ૨૦૨૪ દરમિયાનની ઉત્કૃષ્ટ સેવાઓ અંગેના “કર્મયોગી પુરસ્કાર”થી સનદી અધિકારીઓનું સન્માન કરતા મુખ્યમંત્રી:જિલ્લા કલેક્ટરઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓ સહિત 20 અધિકારીઓને પુરસ્કારથી સન્માનિત કરાયા

ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલ ત્રિ-દિવસીય ૧૧મી ચિંતન શિબિરના આખરી દિવસે વર્ષ:૨૦૧૯થી ૨૦૨૪ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રશાસનિક સેવાઓ બજાવનાર ૨૦ જેટલા સનદી અધિકારીઓનું “કર્મયોગી પુરસ્કાર”થી સન્માન કર્યું હતું.

 વહીવટમાં આધુનિક ઉપકરણોનો ઉપયોગ, નવીનતમ યોજનાઓ-કાર્યક્રમ અને અન્ય માપદંડોને ધ્યાનમાં રાખીને સીએમ ડેશબોર્ડ અંતર્ગત આવરી લેવાયેલ KPI (Key Performance Indicator)ના આધારે વહીવટમાં ગતિશીલતા લાવવા અને અધિકારોનું સારી કામગીરી માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી વર્ષ ૨૦૦૫થી જિલ્લા કલેક્ટર/ જિલ્લા વિકાસ અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર આપવાની યોજના રાજ્ય સરકાર દ્વારા અમલીકૃત છે.

આ યોજના અંતર્ગત કલેક્ટર/જિલ્લા વિકાસ અધિકારીએ જે-તે નાણાકિય વર્ષ દરમિયાન એક જ જિલ્લામાં છ માસથી વધુ સમય માટે સેવા/ ફરજ બજાવી હોય તેને ધ્યાનમાં લેવામાં આવે છે.

એવોર્ડથી સન્માનિત કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની યાદી

 આ યોજનામા શ્રેષ્ઠ જિલ્લા કલેકટરશ્રી/ શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી માટે કુલ ૧૦૦ ગુણમાંથી વિભાગો તથા મુખ્ય સચિવશ્રી તેઓની કામગીરીનાં મૂલ્યાંકનનાં આધારે રાજ્ય સરકારને ભલામણ કરે છે, જેના આધારે આ પુરસ્કારો એનાયત કરવામાં આવે છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજના અંતર્ગત ૧૫ લાખથી વધુ વસ્તી અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિસ્તાર ધરાવતા જિલ્લા અને ૧૫ લાખ સુધીની વસ્તી ધરાવતા જિલ્લા એમ કુલ બે કેટેગરી માટે પુરસ્કાર આપવામાં આવે છે.

(7:11 PM IST)