તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
અમો થોડા મતોથી જીતીનાં શક્યા તેનો રંજ જરૂર છે : હાર અને જીત લોકશાહીમાં થયા કરે.: શક્તિસિંહ ગોહિલ
વાવ પેટાચૂંટણીનાં પરિણામ પર શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, તમામ મતદાતાઓએ પ્રેમ, આશિર્વાદ અને સહયોગ આપ્યો છે. સતત પહેલા રાઉન્ડથી કોંગ્રેસ પક્ષની લીડ વધતી હતી. છેલ્લા થોડા રાઉન્ડમાં એ લીડ કપાઈ

વાવ પેટાચૂંટણીનાં પરિણામ પર શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તમામ મતદાતાઓએ પ્રેમ, આશિર્વાદ અને સહયોગ આપ્યો છે. સતત પહેલા રાઉન્ડથી કોંગ્રેસ પક્ષની લીડ વધતી હતી. છેલ્લા થોડા રાઉન્ડમાં એ લીડ કપાઈ અને નજીવા મતોથી ભાજપનાં ઉમેદવાર જીત્યા છે. જીતેલા ઉમેદવારને મારા તરફથી અભિનંદન. અમે થોડા મતોથી જીતીનાં શક્યા તેનો રંજ જરૂર છે. હાર અને જીત લોકશાહીમાં થયા કરે. હાર અને જીત કરતા કેવા પ્રકારે ચુંટણી લડ્યા તેનું મહત્વ છે. આવતા દિવસોમાં અમે સતત લોકો વચ્ચે રહીને કામ કરતા રહીશું.
બનાસકાંઠાની વાવ બેઠક પર તાજેતરમાં યોજાયેલ પેટા ચૂંટણીનાં પરિણામો આજે જાહેર થવા પામ્યા હતા. જેમાં ભાજપનાં ઉમેદવારથી 2500 થી વધુ મત સાથે વિજય થવા પામ્યો હતો. ત્યારે ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસનાં ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુલાબસિંહ રાજપૂતે વાવ બેઠક ઉપર હાર સ્વીકારી છે. તેમજ ગુલાબસિંહ રાજપૂતે વધુમાં કહ્યું હતું કે, નાની-મોટી ખામી રહી ગઈ હશે. જનતાનો ચુકાદો સ્વીકારીએ છીએ.
વાવ બેઠક પર ભાજપ સાથે છેડો ફાડીને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર માવજી પટેલે પરિણામ બાદ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, જનતા પોતાની રીતે ચુકાદો આપતી હોય છે. ત્યારે આ જે પરિણામ આવ્યું છે. તેને જનતાનો નિર્ણય સમજી સ્વીકારીઓ છીએ.
બનાસકાંઠાની વાવ બેઠક ઉપર પેટાચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોરની જીત થતા તેમણે ખુશી વ્યક્ત કરી હતી. બેઠક ઉપર જીત અંગે વિજેતા સ્વરૂપજી ઠાકોરે જીત બદલ તમામ સમાજનો આભાર માન્યો હતો. તેમણે વાવ બેઠકની જીતને અઢારે આલમની જીત ગણાવી હતી.
વધુમાં તેમણે કહ્યું કે તેમને જીતનો પહેલેથી વિશ્વાસ હતો. તથા લોકો માટે સિંચાઈ, પાણીના પ્રશ્ને કામ કરવાની ખાતરી આપી હતી. તેમજ વિકાસકાર્યો આગળ ધપાવતા રહેવાનું જણાવ્યું હતું.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
