તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
સાંસદ ગેનીબેન ઠાકોરે સ્વરુપજી ઠાકોરને જીત બદલ આપ્યા અભિનંદન: કહ્યુ- ક્ષતિઓનું એનાલિસિસ કરીશુ
કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યુ કે અમે હારીશું તો પણ લોકો સાથે રહીંશુ અને જીતીશુ તો પણ પ્રજા સાથે રહીશુ.

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયુ છે. જેમાં ભાજપના સ્વરુપજી ઠાકોરે 1300 મતથી જીત મેળવી છે. આશરે સાત વર્ષ પછી વાવ વિધાનસભા બેઠક પર ભગવો લહેરાયો છે, ત્યારે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે પરિણામ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહને મત આપવા બદલ વાવ વિધાનસભાના મતદારોનો આભાર માન્યો હતો. સાથે જ ભાજપના સ્વરુપજી ઠાકોરને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગેનીબેવે કહ્યુ કે ક્યાંક અમારી કચાશ રહી ગઈ હશે.અમે લોકચૂકાદાને સ્વીકાર કરીએ છીએ.ક્ષતિઓનું એનાલિસિસ કરીશુ. સાથે જ તેમણે કહ્યુ કે અમે હારીશું તો પણ લોકો સાથે રહીંશુ અને જીતીશુ તો પણ પ્રજા સાથે રહીશુ.
વાવ વિધાનસભા ચૂંટણીની છેલ્લી બે ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો 2017 અને 2022ની ચૂંટણીમાં વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોરે જીત મેળવી હતી. 2017માં ગેનીબેન સામે ભાજપમાંથી શંકર ચૌધરી ચૂંટણી લડ્યા હતા. જેમાં ગેનીબેન ઠાકોર જીત્યા હતા. 2017ની ચૂંટણીમાં પણ ગેનીબેન વિજય થયો હતો. 2022માં પણ કોંગ્રેસે ગેનીબેનને રિપિટ કર્યા હતા. બીજી તરફ ભાજપે ઉમેદવાર બદલીને સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી હતી. જેમાં ગેનીબેન જીત્યા હતા. જો કે લોકસભામાં પણ ગેનીબેને ભવ્ય જીત મેળવતા આ બેઠક ખાલી પડતા ફરી ચૂંટણી યોજાઇ.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
