તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
રાજપીપળાના સ્ટેટસ કોમ્પલેક્ષની ચાર દુકાનોને વડોદરાની એ.યુ.બેંક દ્વારા સિલ મરાતા વેપારીઓની દોડધામ
કોમ્પલેક્ષ બનાવનાર મૂળ માલિકે એ.યુ.બેંકમાંથી લોન લીધી હતી જે ભરપાઈ નાં કરી અને આં પ્રોપર્ટી વેચી મારી વેપારીઓને દોડતા કરી દીધા: મૂળ માલિકે બેંકના બાકી નાણાં ભરી પ્રોપર્ટી છોડાવી આપવાની બાહેધરી આપતા વેપારીઓ ને રાહત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા શહેરના મુખ્ય માર્કેટમાં આવેલ સ્ટેટસ કોમ્પલેક્ષ વર્ષો પહેલા કાચું પતરવાલું મકાન હતું, સમીરભાઈ પાદરીયાનાં માતાના નામે આ પ્રોપર્ટી હોય જેને નવું બનાવી દુકાનો નીચે 3 ને ઉપર 3 મળી 6 દુકાનો અને ઉપર રહેવાનું એમ બે માળનો કોમ્પલેક્ષ બનાવી દુકાનોનું વેચાણ કરી દીધું હતું. પરંતુ આ પહેલા આં પ્રોપર્ટી પર વડોદરાની એ.યુ. બેંક માંથી લોન લીધી હતી. જેનું અંદાજિત 25 લાખ રૂપિયા ભરવાના બાકી હોય બેંક દ્વારા વડોદરાથી પોલીસ પ્રોટેક્શન સાથે આં પ્રોપર્ટીને સિલ મારવા બેંકના કર્મચારીઓ આવ્યા હતા. માર્કેટમાં દુકાનો ખુલ્લી અને દુકાનો માં ભરચક માલ ભરેલો હોય અચાનક દુકાનોને સીલ મારવા બેંકના કર્મચારીઓ આવતા દુકાનદારો ફફળી ઉઠ્યા હતા. કેમકે તેમને આં પ્રોપર્ટીનાં મૂળ માલિકને પૂરા રૂપિયા આપી દસ્તાવેજ પણ કરાવી લીધા હતા. અને સીટી સર્વેમાં આં પ્રોપર્ટી પર કોઈ બીજો પણ નાં બોલતા આં વેપારીઓ એ દુકાનો લીધી પંરતુ આજે તેમની દુકાનો સીલ વાગી જતાં 4 દુકાનદારો મુશ્કેલમાં મુકાઈ ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે. કે પોતે જે મિલકત પર લોન લઈ ને મકાન બનાવ્યું અને એ લોન ભાપાઈ કર્યા વગર મિલકત વેચે તો મૂળ માલિક ગુનેગાર ઠરે, અને આં દુકાનદારો ને દસ્તાવેજ કરી આપ્યા હોય તો છેતરપિંડી નો કેશ બને પંરતુ મૂળ માલિક રાજપીપળા માં જ રહેતા હોય દુકાનદારો તેમને મળતા બેંકની જે બાકી રકમ છે. તે ચૂકવી પ્રોપર્ટી છૂટી કરી સિલ 2 દિવસમાં ખોલાવી આપી તેમની મિલકત અપાવવા લેખિત બાંહેધરી પણ આપી હોય દુકાનદારો ને હાશકારો થયો છે. હવે જોવાનું એ રહ્યું કે મૂળ માલિક ક્યારે બેંકના નાણાં ભરી આ મિલકત છોડાવી વેપારીઓ ને પરત કરે છે ત્યાં સુધી વેપારીઓનો જીવ અધ્ધર રહેશે.
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
