તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
ડેડીયાપાડા હાઇવે પરથી પોલીસે ૪.૯૩ લાખના ગાંજા સહિતના મુદ્દામાલ સાથે એક ને દબોચી લીધો
ફોર વ્હીલ ગાડીમાં ગાંજો લઈને જનાર વડોદરા જિલ્લાના કરજણનો રહેવાસી મહારાષ્ટ્રમાં મિથુન નામના વ્યક્તિને આપવા જતા પકડાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડાથી અંક્લેશ્વર તરફ જતા હાઇવે રોડ ઉપરથી ડેડીયાપાડા પોલીસે બાતમીના આધારે નાકાબંધી કરી રફીક ઉર્ફે મુન્નો દાઉદભાઇ ઘાંચી, (રહે. સંતોષનગર, યકીનશા બાવાની દરગાહ પાસે. છેલ્લુ ફળીયુ, કરજણ, જી.વડોદરા) ને બિન અધિકૃત રીતે પોતાના કબ્જાના વાહનમાં વનસ્પતિ જન્ય માદક પદાર્થ સુકો ગાંજો ૮ કીલો ૮૮૦ ગ્રામ જેની કિ.રૂ.૮૮.૮૮૦ તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦ તથા ફોર વ્હીલ ગાડી નંગ-૦૧ કી.રૂ. ૪,૦૦,૦૦૦ મળી કુલ. રૂ.૪, ૯૩,૮૮૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. આ ગાંજો મિથુન નામનો ઇસમ રહે.મહારાષ્ટ્ર રાજ્યના શિરપુર નજીક આવેલ સાંધી ગામ ને આપવાનો હોવાનું જાણવા મળતા ડેડીયાપાડા પોલીસે બંને વિરૂદ્ધ ગુનો દાખલ કરી મિથુન નામના ઈસમ ને વોન્ટેડ જાહેર કર્યો છે.
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
