<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

એક સાથે ચાર કેસમાં નેત્રંગના યુવાનને નિર્દોષ જાહેર કરતી રાજપીપળા કોર્ટ

ફાઇનાન્સ કંપનીઓ હરાજીની સાચી હકીકતો છુપાવી લોન રિકવર કરવા જૂના ચેકોનો દૂર ઉપયોગ કરી આડેધડ કેસો કરતા હોય છે તેઓ સામે લાલબત્તી સમાન આ કિસ્સો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નેત્રંગ ગામે રહેતા મોસીનખાંન અબ્દુલહકીમ પઠાણ સામે શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કુ.લી. એ અલગ- અલગ ચાર વાહનો લોન પર લીધા બાદ લોન ની રકમ વસુલાત માટે આપેલ ચાર અલગ-અલગ ચેક બાઉન્સ થતાં રાજપીપલા કોર્ટમાં ચેક રીટર્ન થયા બાબતના અલગ-અલગ ચાર કેસો 2017 ના વર્ષમાં દાખલ કરેલા હતા જે કેસમાં મોસીનખાન તરફે તેમના વકીલ એમ.જી.કુરેશી રાજપીપળા નાઓ એ હાજર રહી દલીલો કરેલી જેમાં મુખ્યત્વે ફાઇનાન્સ કંપની પોતાનો કાયદેસરનું દેવું સાબિત કરી શકેલ નથી તથા આપેલ ચેક વિગેરે સાથે રજૂ કરેલ સમગ્ર લેખિત તથા મૌખિક પુરાવો ફરિયાદ મુજબ સાબિત થતો નથી એક કેસમાં તો વાહન સીઝ કરી હરાજી કરી મળેલ રકમની હકીકતો પણ ફાઇનાન્સ કંપનીએ કોટૅ થી છુપાવેલી વિગેરે દલીલો માન્ય રાખી હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઈ રાજપીપળા ના બીજા એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુ.મેજિસ્ટેટ ખાંટ સાહેબે આરોપી તરફેની દલીલો માન્ય રાખી મોસીનખાન પઠાણ ને ચારે કેસોમાં નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે

ફાઇનાન્સ કંપનીઓ હરાજીની સાચી હકીકતો છુપાવી લોન રિકવર કરવા જૂના ચેકોનો પણ દૂર ઉપયોગ કરી આડેધડ કેસો કરતા હોય છે તેઓ સામે લાલબત્તી સમાન આ ચાર કેસોમાં હુકમ થવાથી સમગ્ર વિસ્તારમાં આ મુદ્દો ચર્ચા નો વિષય બન્યો છે.

(9:36 PM IST)