તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
નર્મદા જિલ્લામાં E.KYC કામગીરી માટે શનિ, રવિવારે પણ તમામ તાલુકા પુરવઠા કચેરી ચાલુ
તાલુકા કચેરી ખાતે વિસીઇ દ્વારા અને માય રેશન એપ તથા સંચાલકો દ્વારા PDS+ થી વધુ માં વધુ લોકો E.KYC કરાવે તેવી જિલ્લા પુરવઠા વિભાગની અપીલ: જિલ્લા પુરવઠા અધિકારી, પુરવઠા ઇન્સ્પેક્ટર અને તમામ તાલુકા પુરવઠા નાયબ મામલતદાર આ કામગીરી માટે ખડેપગે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:ગુજરાતમાં નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ નોંધાયેલા તમામ રેશનકાર્ડ ધારકો માટે E-KYC ફરજિયાત કરવામાં આવ્યું હોવાથી, આ કાયદા હેઠળ નોંધાયેલા અને નહીં નોંધાયેલા તમામ રેશનકાર્ડ ધારકોએ E-KYC કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
હવે પછી એક વર્ષમાં કોઈ અનાજનો જથ્થો લેવા નહીં આવે તો તેવા કાર્ડ સાયલન્ટ કરી દેવાશે અને તેવા કાર્ડ ધારકો ને સરકારી મેડિકલ સહિતની સેવાઓનો લાભ જોઈતો હોય તો ફરી E-KYC કરાવવું પડશે.
જોકે તાલુકાના કાર્ડ ધારકોના E-KYC કરવા માટે બીજો અને ચોથો શનિવાર તેમજ રવિવારે જાહેર રજા હોવા છતાં તમામ પુરવઠા કચેરી માં તમામ પુરવઠા નાયબ મામલતદાર સહિત ના કર્મચારીઓ એ કચેરીમાં હાજર રહી આ કામગીરી કરી રહ્યા છે. આમ સરકાર અને નર્મદા જિલ્લા પુરવઠા અધિકારી વિવેક દરજી તેમજ પુરવઠા ઇન્સ્પેક્ટર બીજલબેન પટેલ સહિત ની ટીમ આ માટે વધુ માં વધુ લોકોના E-KYC થાય એ દિશા માં ખાસ તકેદારી લઈ રહી છે
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
