<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

નેટવર્ક ધીમું : શાળા ખુલતા જ રાજપીપળા એસટી ડેપોમાં પાસ કઢાવવા વિદ્યાર્થીઓની મોટી કતાર

એસટી ડેપોમાં સર્વર ધીમું કે બંધ ચાલુ થતા પાસ કાઢવામાં ઘણો સમય બગડતા કલાકો વિદ્યાર્થીઓ લાઇનમાં ઉભા રહેતા અભ્યાસ બગડે છે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લા માં અવાર નવાર સર્વરના ધાંધિયા થતા જોવા મળે છે જેના કારણે કલાકો લાઈનમાં ઉભેલા લોકો અને વિદ્યાર્થીઓનો સમય વેડફાઈ છે ત્યારે ઓનલાઇન સિસ્ટમથી લોકો ત્રાસી જાય છે, હાલ માં પણ શાળા ખુલતા બાદ રાજપીપળા એસટી ડેપોમાં પાસ કઢાવવા વિદ્યાર્થીઓ ની લાઈનો પડે છે પરંતુ સર્વર ધીમું ચાલતા વિદ્યાર્થીઓ અભ્યાસ બગાડી કલાકો લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે

    તાજેતરના શાળાઓ ખુલતા રાજપીપળાના આસપાસના ગામડાઓમાંથી અભ્યાસ અર્થે રાજપીપળાની શાળા કોલેજમાં આવતા વિદ્યાર્થીઓ એસટી ડેપો પાર્ટી પાસ કઢાવતા હોય પરંતુ હાલ નેટ ધીમું ચાલતું હોવાથી અથવા ક્યારેક બિલકુલ બંધ થઈ જવાના કારણે વિદ્યાર્થીઓને કલાકો સુધી મોટી લાઇનમાં ઉભા રહેવું પડતાં શાળા કે કોલેજમાં સમયસર નહિ પહોંચી શકતા તેમનો અભ્યાસ બગડે છે. માટે ઓનલાઈન સિસ્ટમના ધાંધિયા થી લોકો હવે ત્રાસી ઉઠ્યા છે.

(9:52 PM IST)