<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

નવાગામ (પાનુડા) ગામે રૂપિયાની લેવડ દેવડ બાબતે નાના ભાઈ એ મોટા ભાઈનું ઢીમ ઢાળી દીધું

લગભગ બે હજાર રૂપિયા જેવી નાની રકમની લેવડ દેવડ માટે ભાઈ એ ભાઇ ની હત્યા કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નવાગામ (પાનુડા) ગામે રૂપિયાની લેવડ દેવડ બાબતે નાના ભાઈએ મોટા ભાઈ ને ચપ્પુ મારી મોતને ઘાટ ઉતારતા ગુનો નોંધાયો છે

   પ્રાપ્ત માહિતી અનુસાર શકુભાઈ ખાવા વસાવા (રહે. નવાગામ પાનુડા) એ આપેલ ફરિયાદ મુજબ આ ઘટનામાં હત્યા કરનાર દિપ્નેશભાઇ શકુભાઇ વસાવા રહે-નવાગામ)પાનુડા મરનાર પરેશભાઈ શકુભાઇ વસાવાના સગા મોટા ભાઇ થતા હોય તેઓ બન્ને વચ્ચે પોતાના ઘરના આગણામા પૈસાની લેવડ દેવડ બાબતે બોલાચાલી અને ઝગડો થતા દિપ્નેશભાઇ  વસાવાએ મરનાર પરેશભાઇ વસાવાને ચપ્પુ વડે ડાબા ખભાની પાછળ પીઠના ભાગે જીવલેણ ઇજા કરી સ્થળ ઉપર મોત નિપજાવતા ડેડીયાપાડા પોલીસે પિતા શકુભાઇની ફરિયાદના આધારે નાના દીકરા વિરૂદ્ધ ખૂનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ લગભગ બે હજાર રૂપિયા જેવી મામૂલી રકમની લેવડ દેવડ માટે નાના ભાઈ એ મોટા ભાઈ ની હત્યા કરી હતી.


 

(9:53 PM IST)