<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિઝા કપનીના સહયોગથી ટૂર ગાઈડની તાલીમનો પ્રાંરભ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:ટુરિઝમ અને હૉસ્પિટાલિટી સ્કિલ કાઉન્સિલદ્વારા ગુજરાતમાં ટુર ગાઈડ અને કસ્ટમર સર્વિસ એક્ઝિક્યૂટિવ (ગ્રીટ એન્ડ મીટ) જેવી પદવિઓ માટે રિકગ્નિશન ઓફ પ્રાયર લર્નિંગ (RPL) પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
   આ અન્વયે સ્ટેચ્યુ ઓફ યુનિટી, વિશ્વપ્રસિદ્ધ પર્યટન સ્થળે, બિરસા મુંડા નર્સિંગ કોલેજ, રાજપીપળા ખાતે યોજાનાર "ટૂર ગાઈડ ટ્રેનિંગ"ના પ્રારંભ સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
  આ તાલીમ પ્રોગ્રામ માં ટૂર ગાઈડ – 120 તાલીમાર્થી અનેક સ્ટમર સર્વિસ એક્ઝિક્યૂટિવ– 120 તાલીમાર્થી ને ટુરીઝમ ક્ષેત્રેની તાલીમ આપવામાં આવશે. આ પ્રસંગે ગિરિરાજસિંહ, રાજપીપળા નગરપાલિકાના ઉપપ્રમુખ અને ભાજપના સભ્ય, પ્રિન્સિપાલ રોશની ગાવિત
બિરસા મુંડા કોલેજ ઓફ નર્સિંગ, અભિષેક ગુપ્તા, CEO, સાક્ષી એન્ટરપ્રાઇઝ, ભારદ્વાજ, CEO, સ્કીલ પ્રોફેશનલ પ્રા. લિ.નાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ મહત્વાકાંક્ષી તાલીમનું મુખ્ય ઉદ્દેશ ગુજરાતના યુવાનોમાં પર્યટન ક્ષેત્રે માટે જરૂરી કૌશલ્યોનો વિકાસ કરવાનો છે, જેનાથી રાજ્યના પર્યટન સ્થળોએ વધુ ગૌરવ અને સેવા સ્તર ઊંચુ કરવાનું લક્ષ્ય છે.આ કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રારંભ થયો છે, જે તાલીમાર્થી ઓને એક નવી દિશા આપશે અને વ્યવસાય માટેના તકો સર્જશે.
આ કાર્યક્રમ CSR સ્કીમ હેઠળ વિઝા કંપની દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો છે.  ભારત સરકારનીટુરિઝમ અને હૉસ્પિટાલિટી સ્કિલ કાઉન્સિલ તથા સાક્ષી એન્ટરપ્રાઇઝ દ્વારા વિધાર્થોઓને તાલીમ આપવામાં આવશે



 

(9:54 PM IST)