તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
નર્મદા જિલ્લામાં પહેલીવાર પુરાણી ક્રિકેટ એકેડમીનો પ્રારંભ થતાં ક્રિકેટ રસિયાઓમાં ખુશી
ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા ક્રિકેટ એકેડેમી નું આયોજન કરી જિલ્લાના ક્રિકેટરો ને તૈયાર કરશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં રાજ્યની સૌથી મોટી ફિઝિકલ એજ્યુકેશનની ડિગ્રી કોલેજ છે. અને મોટા મોટા મેદાનો છે.ત્યારે કોલેજના પ્રોફેસરે મનોમંથન કરી રાજપીપળા ખાતે ક્રિકેટર બનવા ઇચ્છતા યુવાનોને તાલીમ મળી રહે એ માટે ક્રિકેટ પ્રેમીઓને એક પ્લેટફોર્મ મળી રહે એ માટે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ, છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજના સંચાલનમાં પુરાણી ક્રિકેટ એકેડમીનો શુભારંભ કરવામાં આવ્યો.
સુરતમાં રહેતા બેસ્ટ ક્રિકેટર કે જેમણે રણજી ટ્રોફી સહિત અનેક ટુર્નામેન્ટમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. એવા ક્રિકેટર ચિરાગ ગાંધી દ્વારા એકેડમીની શરૂઆત કરવામાં આવી. જેમની સાથે પાલિકા કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલ, જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશ ભીલ, સુરત ક્રિકેટ એકેડેમી નાં પ્રમુખ કેતન પટેલ, કોચ વિષ્ણુભાઈ વસાવા, ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ નાં મંત્રી ડો.કરણસિંહ ગોહિલ ડિગ્રી કોલેજના પ્રો. ડો.કે.જે ગોહિલ (રાજુભાઈ) આચાર્ય ડો.હસમુખ પટેલ સહિત આગેવાનો અને એકેડમી માં પ્રવેશ મેળવેલ યુવા ક્રિકેટરો અને ડિગ્રી કોલેજના વિધાર્થીઓ મોટી સંખ્યામાં હાજર હતા.
ક્રિકેટર ચિરાગ ગાંધી એ મેદાનમાં શ્રીફળ વધેરી મેદાન ને ખુલ્લું મૂક્યું, સાથે ખેલાડીઓ સાથે સીઝન બોલ પર ક્રિકેટ રમી શુભ આરંભ કરાવ્યો હતો. સંસ્થાના મંત્રી કરણસિંહ ગોહિલ અને કુલદીપસિંહ ગોહિલ અને કોલેજના સ્ટાફે સંસ્થા ની વાતો ને વાગોળી આ નવી એકડેમી માટે શુભેચ્છાઓ આપી હતી.અને એક પ્લેટફોર્મ જિલ્લાના યુવાનો ને મળ્યું જેનો લાભ લેવા હાંકલ કરી હતી.
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
