હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 24th November 2024
તિલકવાડા પોલીસ દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોને સાયબર ક્રાઇમ વિષે જાણકારી અપાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:ભારત દેશમાં સાઇબર ક્રાઇમના કિસ્સા સતત વધી રહ્યા છે, ફ્રોડ ઠગો નવા નવા કિમિયા શોધી લોકો ને છેતરી રહ્યા છે જેમાં ખાસ બેંકના ગ્રાહકોને વધુ ટાર્ગેટ બનાવતા હોવાથી ઘણી બેન્કો દ્વારા તેમના ગ્રાહકોને અવાર નવાર સાવધ રહેવા ફોન કે મેસેજ થકી જાણકારી આપવામાં આવે છે સાથે સાથે નર્મદા જિલ્લા સહિત ગુજરાત પોલીસ પણ સાઈબર ફ્રોડ ની જાગૃતિ માટે અનેક કાર્યક્રમો કરે છે
હાલ માં નર્મદા જિલ્લામાં તિલકવાડા પોલીસ સ્ટાફ દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોને સાયબર ક્રાઇમ વિશે અને ઓનલાઇન થતી છેતરપિંડી સમયે રાખવાની ખાસ સાવચેતી અંગે જાણકારી આપવામાં આવી હતી. તેમજ વોટ્સએપ પર આવતી લોભામણી જાહેરાતો, આમંત્રણ પત્રિકા, અજાણી લિંકને ઓપન ન કરવા, અનનોન ફોન કોલ રિસીવ ન કરવા, ઓળખ પત્ર અને ઓટીપી જેવી માહિતી નહિ આપવા અંગેની સમજ પુરી પાડવામાં આવી હતી.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
