હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 24th November 2024
''29 નવેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે'': અરબ સાગરમાં લો પ્રેશર બનશેઃ દરિયામાં ડિપ્રેશનવાળી આગાહી કરતા અંબાલાલ પટેલ
લઘુત્તમ તાપમાન 8 થી 10 ડીગ્રી રહેવાની સંભાવના પણ વ્યક્ત કરી છેઃ હાલ વાતાવરણમાં બેવડી ઋતુનો અનુભવ

અમદાવાદઃ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને લઈ મહત્વની આગાહી કરી છે. તારીખ 25 નવેમ્બર સુધીમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, ''પશ્ચિમી વિક્ષેપના કારણે લઘુત્તમ-મહત્તમ તાપમાન ઘટી શકે છે. ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 16 ડીગ્રી રહેવાની શક્યતા છે. 24 નવેમ્બરમાં અરબ સાગરમાં લો પ્રેશર બનશે તેમજ 25 નવેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં ડીપ્રેશન બનશે''.
અંબાલાલ પટેલ કહ્યું કે, ''નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં સાયક્લોન બનવાની શકયતા રહેશે, જેના પગલે 29 નવેમ્બરથી ઠંડીનો ચમકારો વધી શકે છે. 29 નવેમ્બર પછી લઘુત્તમ તાપમાન 8 થી 10 ડીગ્રી રહેવાની સંભાવના પણ વ્યક્ત કરી છે''
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
