હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદ હાઈકોર્ટ ઓવરબ્રિજ પર સાયકલ સવાર બે ડૉક્ટરને કાર ચાલકે ઉલાળ્યા
કારચાલક પૂરપાટ ઝડપે હતો અને ડાબી બાજુથી ટ્રકની ઓવરટેક કરવા જતાં ડૉ.અનીસ અને ક્રિષ્ના શુક્લાને ટક્કર મારી કારચાલક ભાગી ગયો હતો

અમદાવાદ:અમદાવાદ હાઈકોર્ટ ઓવરબ્રિજ પર સાયકલ સવાર બે ડૉક્ટરને કાર ચાલકે ઉલાળ્યા હતા. જ્યાં એક કારચાલક બે સાયકલ ચાલકને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. આ મામલે ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ એક અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ઓવરબ્રિજ પર કારચાલકે 2 સાયકલ ચાલકને અડફેટે લીધા હતા. કારચાલકે 2 સાયકલ ચાલકને ટક્કર મારી હતી. હિટ એન્ડ રનની આ ઘટના હાઈકોર્ટ ઓવરબ્રિજ પર બની હતી. જ્યાં મહિલા સાઇક્લિસ્ટને કારચાલકે અડફેટે લીધા હતા. ડૉ.અનીસ અને ક્રિષ્ના શુક્લાને ટક્કર મારી કારચાલક ફરાર થઇ ગયો હતો.
અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે કેવી રીતે કારચાલકે સાયકલચાલકને ટક્કર મારી હતી. કારચાલક પૂરપાટ ઝડપે હતો અને ડાબી બાજુથી ટ્રકની ઓવરટેક કરવા જતાં બે સાયકલચલકોને અડફેટે લીધા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
