<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

મહીસાગર બ્રિજ પરથી એક યુવકે બાઇક પાર્ક કરીને નદીમાં ભૂસકો મારી મોત મીઠુ કર્યુ

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ભાનપુરા ગામે રહેતો રઘુવીરસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા હોવાનું બહાર આવ્યું હતુઃ કયા કારણથી આપઘાત કર્યો હજી સુધી બહાર આવ્‍યો નથી

વડોદરાઃ  વાસદ નજીક મહીસાગર નદીના બ્રિજ પરથી નીચે પડતું મૂકીને આપઘાત કરનાર યુવકની લાશ આજે સવારે મળી આવી હતી. જે અંગે નંદેસરી  પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહીસાગર  બ્રિજ પરથી શુક્રવારે સાંજે એક યુવકે બાઇક પાર્ક કરીને નદીમાં ભૂસકો મારી આપઘાત કર્યો હતો. નદીના બ્રિજ પર  પાર્ક થયેલી બાઇકને જોઇને યુવકને ઓળખતા મિત્રોએ આંકલાવ તાલુકાના ભાનપુરા ગામે રહેતા તેના પરિવારને જાણ કરી હતી. જેથી, યુવકના પરિવારજનો વાસદ દોડી આવ્યા હતા.નંદેસરી  પોલીસે ફાયરબ્રિગેડની મદદ લીધી હતી. પરંતુ, યુવકનો કોઇ પતો લાગ્યો નહતો. આજે સવારે મૃતકની લાશ મળી આવી હતી. આપઘાત કરનાર આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ભાનપુરા ગામે રહેતો રઘુવીરસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા હોવાનું બહાર આવ્યું હતું. તેણે કયા કારણોસર આપઘાત કર્યો છે ? તે હજી જાણી શકાયું નથી.

(11:35 AM IST)