હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ફલોલના કોર્ટ પાસે ગોઝારો અકસ્માતઃ શાકભાજી વેચતા ફેરિયાઓ ઉપર કાર ફરી વળીઃ એક મહિલાનું મોતઃ છ લોકો ઇજાગ્રસ્ત
અકસ્માત કરનાર કારના ચાલકની પોલીસે કરી ધરપકડઃ અકસ્માતમાં મહિલાનું મોત નીપજતા તેના પરિવારજનો ઉપર દુઃખનો પહાડ તૂટી પડયો હતો પરિવારજનોએ હોસ્પિટલમાં રો ક્કડ કરી મુકતા હોસ્પિટલમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા.

કલોલઃ કલોલના કોર્ટ પાસે શાકભાજી વેચતા ફેરિયાઓ ઉપર સાંજના સમયે કાર ફરી વળી હતી બેકાબૂકારના ચાલકે કાર ઉપરનો કાબુ ગુમાવ્યો હતો અને તેણે શાકભાજી વેચી રહેલા ફેરીયાઓ ઉપર કાર ચડાવી દીધી હતી જેમાં છ લોકોને ઈજાઓ પહોંચી હતી જેમાં એક મહિલાનું ગંભીર ઇજાઓના પગલે મોત નિપજ્યું હતું ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
કલોલમાં સાંજના સમયે કોર્ટ પાસે શાકભાજીનું બજાર ભરાય છે અને અહીં ભરપૂર ટ્રાફિક હતો ત્યારે એક બ્રેઝા કાર નંબર જીજે-૧૮-ઇડી-૧૨૫૪ના ચાલકે પોતાની કાર ઉપરનો કાબૂ ઘૂમાવ્યો હતો અને તેણે કાર રોડ ઉપર શાકભાજી વેચી રહેલા ફેરીયાઓ ઉપર ચડાવી દીધી હતી જેના પગલે ઘટના સ્થળે હોબાળો મચી ગયો હતો ઘાયલોને તુરંત સારવાર અર્થે કલોલની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક મહિલાનું મોત નીપજ્યું હતું તેમજ તેના પતિને પણ ઇજાઓ પહોંચી હોવાથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો તેમ જ આ અકસ્માતમાં અન્ય ચાર લોકોને પણ ઇજાઓ પહોંચી હોવાથી સારવાર માટે કલોલની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા બનાવની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને અકસ્માત કરનાર કારનાચાલકની ધરપકડ કરીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો અકસ્માતના કારણે રોડ ઉપર લોકોના ટોળેટોળા ઉતરી ગયા હતા જેના પગલે ટ્રાફિકજામ થઈ ગયો હતો અકસ્માતમાં મહિલાનું મોત નીપજતા તેના પરિવારજનો ઉપર દુઃખનો પહાડ તૂટી પડયો હતો પરિવારજનોએ હોસ્પિટલમાં રો ક્કડ કરી મુકતા હોસ્પિટલમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
