<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

અમદાવાદ સહિત ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ઠંડીમાં ધીમે ધીમે વધારો : અમદાવાદનું લઘુતમ તાપમાન ચાર ડિગ્રી ઘટીને હવે 15.7 ડિગ્રી નોંધાયું

અમદાવાદના સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.3 ડિગ્રીનો ઘટાડો થયો : હવામાન વિભાગની આગાહી : આગામી 3 દિવસ અમદાવાદનું લઘુતમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેશે

અમદાવાદ તા.૨૪

અમદાવાદમાં ધીરે-ધીરે ઠંડીના પ્રભુત્વમાં વધારો થવા લાગ્યો છે. છેલ્લા 3 દિવસમાં જ અમદાવાદનું લઘુતમ તાપમાન ચાર ડિગ્રી ઘટીને હવે 15.7 ડિગ્રી નોંધાયું છે. 

અમદાવાદના સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.3 ડિગ્રીનો ઘટાડો થયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ અમદાવાદનું લઘુતમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેશે. બીજી તરફ હવામાન નિષ્ણાતોને મતે 28 નવેમ્બરથી અમદાવાદનું તાપમાન 14 ડિગ્રીથી નીચે ગગડતાં ઠંડીમાં વધારો અનુભવાશે. 

ગુજરાતમાં ક્યાં વધારે ઠંડી 

• ગાંધીનગરમાં 11.6 ડિગ્રી તાપમાન

• દાહોદમાં 11.9 ડિગ્રી તાપમાન

• નલિયામાં 12.2 ડિગ્રી તાપમાન

• રાજકોટમાં 14.0 ડિગ્રી તાપમાન

• ડીસામાં 14.1 ડિગ્રી તાપમાન

• વડોદરામાં 14.4 ડિગ્રી તાપમાન

• પોરબંદરમાં 14.5 ડિગ્રી તાપમાન

• અમરેલીમાં 14.6 ડિગ્રી તાપમાન

• ડાંગમાં 15.6 ડિગ્રી તાપમાન

• અમદાવાદમાં 15.7 ડિગ્રી તાપમાન

• ભુજમાં 16.6 ડિગ્રી તાપમાન

• ભાવનગરમાં 16.9 ડિગ્રી તાપમાન

• કંડલામાં 17.9 ડિગ્રી તાપમાન

• દમણમાં 18.8 ડિગ્રી તાપમાન

• સુરતમાં 19.0 ડિગ્રી તાપમાન

(1:20 PM IST)