<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

શિયાળામાં લસણના કૂદકે ને ભૂસકે વધતા જતા ભાવે મધ્યમ વર્ગનું બજેટ ખોરવી દીધું : બે વર્ષ અગાઉ 70 રૂપિયે કિલો વેચાતા લસણ માટે હાલ રૂપિયા 500 સુધી ખર્ચવા પડતા ગૃહિણીઓ હેરાન

ગત બે વર્ષ દરમિયાન ભાવ એટલા નીચા આવી ગયા હતા કે ખેડૂતોને લસણ ફેંકવું પડયું હતું પરંતુ આ વર્ષે કમોસમી વરસાદથી નુકસાન થયું,બે વર્ષ અગાઉ લસણની કિંમત ખૂબ જ ઓછી હોવાથી ખેડૂતોને પણ તેના પાકમાં ખાસ રૂચી રહી નહોતી

અમદાવાદ તા.૨૪

બજારમાં માલની આવક ઘટી છે. શિયાળાને પગલે લસણની માગ વધી છે અને બજારમાં તેનો પુરવઠો સતત ઘટી રહ્યો છે. જેના કારણે લસણની કિંમત સતત વધી રહી છે.

 શિયાળામાં લસણના કૂદકે ને ભૂસકે વધતા જતા ભાવે મધ્યમ વર્ગનું બજેટ ખોરવી દીધું છે. બે વર્ષ અગાઉ 70 રૂપિયે કિલો વેચાતા લસણ માટે હાલ રૂપિયા 500 સુધી ખર્ચવા પડી રહ્યા છે. 

બજારમાં માલની આવક ઘટી છે. શિયાળાને પગલે લસણની માગ વધી છે અને બજારમાં તેનો પુરવઠો સતત ઘટી રહ્યો છે. જેના કારણે લસણની કિંમત સતત વધી રહી છે. અમદાવાદના હોલસેલમાં લસણની કિંમત રૂપિયા 300થી રૂપિયા 350 છે. 

આ અંગે અમદાવાદના વેપારી સુંદર ટેકચંદાણીએ જણાવ્યું કે, સમગ્ર દેશને જોઇએ એટલો આ વખતે લસણનો પાક નથી. હાલ 90 કરોડ ખાઈ શકે તેટલો જ માલ છે. ગત બે વર્ષ દરમિયાન ભાવ એટલા નીચા આવી ગયા હતા કે ખેડૂતોને લસણ ફેંકવું પડયું હતું. પરંતુ આ વર્ષે કમોસમી વરસાદથી નુકસાન થયું છે. બે વર્ષ અગાઉ લસણની કિંમત ખૂબ જ ઓછી હોવાથી ખેડૂતોને પણ તેના પાકમાં ખાસ રૂચી રહી નહોતી. હજુ બે મહિના લસણના ભાવની આ સ્થિતિ જ રહેશે તેમ હાલમાં જણાય છે.

(1:27 PM IST)