<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

અમદાવાદ માં ઓનએનજીસી ના ૯૮ વર્ષના નિવૃત્ત જનરલ મેનેજર હરીશકુમાર શ્યામસુંદર અરોરા સાથે1.51 કરોડનું ONLINE ફ્રોડ : વિશ્વાસમાં લેવા માટે નફામાંથી એક લાખની રકમ વિડ્રો કરવા દીધા : સાયબર કાઈમબ્રાંચમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ

2024માં શેર બજાર અંગેના યુટ્યૂબ વીડિયો જોતા ફરિયાદીએ એક એક પર પ્રેસ કરતા તેઓને વોટસએપ ગ્રૂપમાં એડ કરવામાં આવ્યા બાદ ફરિયાદીને ફોન પર આરોપીઓ રોકાણ કરવા જણાવતા : IIFLની એપ ડાઉનલોડ કરાવી આરોપીઓએ ફરિયાદી પાસે રોકાણ કરાવ્યું'તુ

અમદાવાદ તા.૨૪

 ONGCના નિવૃત્ત જનરલ મેનેજર સાથે 1.51 કરોડનું ઓનલાઈન ફોડ થયાની ફરિયાદ સાયબર ક્રાઈમબાંચે શુક્રવારે રાત્રે નોંધી છે. સાયબર ઠગોએ સિનિયર સિટીઝનને રોકાણ સામે નફાની લાલચ આપી હતી. ફરિયાદીનો વિશ્વાસ જીતવા આરોપીએ શરૂઆતમાં કુલ રોકાણ અને નફાની રકમમાંથી એક લાખની રકમ વિડ્રો કરવા દીધી બાદમાં મોટી રકમનું રોકાણ કરાવી નાણાં પરત કર્યા ન હતા. 

મોટેરામાં પીવીઆર ફોર ડી મોલ પાસે આવેલા દેવનંદન ડીઝાઈનરમાં રહેતાં અને ઓનએનજીસીના નિવૃત્ત જનરલ મેનેજર હરીશકુમાર શ્યામસુંદર અરોરા (ઉં.98)એ સાયબર કાઈમબ્રાંચમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ જુન, 2024માં શેર બજાર અંગેના યુટ્યૂબ વીડિયો જોતા ફરિયાદીએ એક એક પર પ્રેસ કરતા તેઓને વોટસએપ ગ્રૂપમાં એડ કરવામાં આવ્યા હતા. ફરિયાદીને ફોન પર આરોપીઓ રોકાણ કરવા જણાવતા હતા. આ રીતે IIFLની એપ ડાઉનલોડ કરાવી આરોપીઓએ ફરિયાદી પાસે રોકાણ કરાવ્યું હતું. 

ફરિયાદીએ શરૂઆતમાં રોકાણ સામે એક લાખ વિડ્રો કરવા રિકવેસ્ટ સેન્ડ કરતા આરોપીએ તેઓના ખાતામાં રકમ જમા કરાવી હતી. આ રીતે ફરિયાદીનો વિશ્વાસ કેળવી લીધા પછી આરોપીઓએ રૂપિયા 1.51,25,027ની રકમ ભરાવી હતી. આ રકમ વિડ્રો કરવા ફરિયાદીએ રિકવેસ્ટ મોકલતા આરોપીએ પૈસા પરત કર્યા ન હતા.

(3:14 PM IST)