હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 24th November 2024
અમદાવાદની જુનીયર કલાર્ક પરીક્ષામાં હોબાળો
સરખેજમાં પેપર લીંક થયું હોવાની પણ અફવાઓ વહેતી થઈઃ હોલ ટીકિટ અને ઓએમઆર નંબર અલગ અલગ હોવાનો અને બંધ રૂમમાં પરીક્ષાર્થીઓને પેપર લખાવવામાં આવતું હોવાનો વિદ્યાર્થીઓ દ્વારા પર આક્ષેપ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે

અમદાવાદઃ અમદાવાદમાં એએમસીની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં હોબાળો થયો હતો. મકરબા કુવૈસ પ્રાથમિક શાળામાં પરીક્ષામાં ગેરરીતિનો આક્ષેપ થયો હતો. હોલ ટીકિટ અને ઓએમઆર નંબર અલગ અલગ હોવાનો પરીક્ષાર્થીઓએ આક્ષેપ કર્યો છે. બંધ રૂમમાં પરીક્ષાર્થીઓને પેપર લખાવવામાં આવતું હોવાનો પર આક્ષેપ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ સરખેજમાં પેપર લીંક થયું હોવાની પણ અફવાઓ વહેતી થઈ હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
