News of Sunday, 24th November 2024
કેન્દ્રીય કેબીનેટ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ વડતાલના લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં રહ્યા ઉપસ્થિત:
કેન્દ્ર સરકારના પોસ્ટ વિભાગ દ્રારા જાહેર કરવામા આવેલ ટપાલ ટિકીટ તેમજ ટપાલ કવરની ભેટ આપી અનાવરણ કરાયુ

સુરત: વડતાલ મધ્યે આયોજીત લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવમા કેન્દ્રીય કેબીનેટ મંત્રી અને નવસારીના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ, રાજકીય સુઝ-બુઝથી ભાજપ સરકારની ગુજરાત વિકાસ ગાથા ને વેગવંતી રાખનાર સી.આર. પાટીલ જી ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મંદિરમા બિરાજીત આરાધ્ય ઇષ્ટદેવોના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમજ સભામંડપ ખાતે પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન પૂ. દેવપ્રકાશદાસજી સ્વામી, કોઠારી સંતવલ્લભદાસજી સ્વામી, પૂ. નૌતમપ્રકાશદાસ સિવામી વિગેરે સંતો હરિભક્તો સાથે દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે કેન્દ્ર સરકારના પોસ્ટ વિભાગ દ્રારા જાહેર કરવામા આવેલ ટપાલ ટિકીટ તેમજ ટપાલ કવરની ભેટ આપી અનાવરણ કરી રાજીપો મેળવ્યો ત્યારે, પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજભાઇ દેસાઇ, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણી વિગેરે આગેવાનોએ તેઓનુ સ્વાગત અભિવાદન કરી આવકાર્યા હતા.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
