હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેવાયેલી પરીક્ષા રદ્દ નહીં થાય : વિદ્યાર્થીઓને અન્યાય નહીં થાય
ગુજરાત યુનિવર્સિટી પ્રોફેસનલ એક્ઝામિનેશન કમિટીનાં OSD ડો. ધર્મેન્દ્ર ચાવડાનું નિવેદન

અમદાવાદ: AMC ની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે હવે ગુજરાત યુનિવર્સીટીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી પ્રોફેસનલ એક્ઝામિનેશન કમિટીનાં OSD એ જણાવ્યું કે, ફક્ત ગણતરીનાં લોકોનાં વિરોધના અને ખોટા આક્ષેપોને કારણે અન્ય વિદ્યાર્થીઓને અન્યાય નહીં થવા દઈએ. આ અંગે GUPEC દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે અંગે પણ તેમણે માહિતી આપી હતી.
અન્ય વિદ્યાર્થીઓને અન્યાય નહીં થવા દઈએ : ડો. ધર્મેન્દ્ર ચાવડા
અમદાવાદનાં સરખેજ વિસ્તારમાં આવેલી કુવૈસ શાળામાં આજે AMC જુનિયર ક્લાર્ક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગેરરીતિ થયા હોવાનો વિદ્યાર્થીઓએ આરોપ કર્યો હતો. આ હોબાળા બાદ ગુજરાત યુનિવર્સિટી પ્રોફેસનલ એક્ઝામિનેશન કમિટીનાં OSD ડો. ધર્મેન્દ્ર ચાવડાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ફક્ત ગણતરીનાં લોકોનાં વિરોધના અને ખોટા આક્ષેપોને કારણે અન્ય વિદ્યાર્થીઓને અન્યાય નહીં થવા દઈએ.
'આજની લેવાયેલી પરીક્ષા રદ્દ નહીં થાય કે પુનઃ નહીં લેવાય'
ડો ધર્મેન્દ્ર ચાવડાએ આગળ કહ્યું કે, આ અંગે એક્ઝામિનેશન કમિટી દ્વારા નિર્ણય લેવાયો છે, જે મુજબ આજની લેવાયેલી પરીક્ષા રદ્દ નહીં થાય કે પુનઃ નહીં લેવાય. અન્ય એક સેન્ટરમાં જ્યાં OMR શીટ બદલાઈ હતી, ત્યાં પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. ફક્ત આજ સેન્ટરમાં અમુક તત્વોની ઉશ્કેરણીનાં કારણે પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી નથી. જણાવી દઈએ કે, GUPEC નાં નેજા હેઠળ AMC Junior Clerk Exam લેવામાં આવી હતી. જો કે, હવે આ મામલે વિદ્યાર્થીઓ દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવે છે તે જોવાનું રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
