<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

બાળકો બોલ શોધવા ગયા તો માનવ કંકાલના અવશેષો મળ્યા

વલસાડમાં સામે આવ્યો ભયંકર કિસ્સો :આ સમગ્ર મામલે પોલીસે ઘટના તપાસ હાથ ધરી છે

વલસાડ, તા.૨૪ :જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા અને તેમનો બોલ ઝાડીઓમાં જતો રહ્યો. જેથી બાળકો બોલ શોધવા ગયા ત્યારે ઝાડીમાંથી જુદા જુદા માનવ અવશેષો તેમને મળ્યા. જેને જોઈને બાળકો પણ તે સમયે ગભરાઈ ગયા હતા. જેથી હાલ આ સમગ્ર મુદ્દો જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.

બનાવની જો વિગતવાર વાત કરીએ તો વલસાડના છેવાડે આવેલા ભાગનાવડા ગામમાં આ બનાવ સામે આવ્યો છે. જ્યાં ઝાડીઓમાંથી માનવ કંકાલના અવશેષો મળી આવ્યા છે. બાળકો ક્રિકેટ રમતા હતા તે સમયે ઝાડીઓમાં બોલ ગયો તો બાળકો બોલ શોધવા ત્યાં ગયા. જ્યાં તેમની નજર માનવ કંકાલના અવશેષો પર પડી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પર તુરંત પહોંચી હતી.

બાળકોએ આ મામલે સૌથી પહેલા તો ગામના સરપંચને જાણ કરી હતી. જેથી સરપંચે પોલીસને આ મામલે જાણ કરી તો પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તેમણે તપાસ હાથ ધરી. પોલીસે તપાસ હાથ ધરી તો ત્યાંથી ક્ષત-વત હાલતમાં અલગ અલગ પહેલા માનવ કંકાલના અવશેષો મળી આવ્યા જે પોલીસે એકઠા કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, માનવ કંકાલના અવશેષો મળ્યા બાદ હાલ આ મુદ્દો વલસાડમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. બીજી તરફ પોલીસ પણ હવે આ મામલે એક્શન મોડમાં આવી ગઈ છે. કંકાલ કોનું છે તે હજુ જાણી શકાયું નથી જેથી પોલીસ, આ મામલે આસપાસના વિસ્તારમાં લોકોની પૂછપરછ શરૃ કરીને પોલીસે ગુમ થયેલા લોકો અંગે પણ તપાસ હાથ ધરી છે.

(9:01 PM IST)