હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ડેડીયાપાડા તાલુકામાં મંજૂર થયેલ આંગણવાડીઓનું કામ વહેલીતકે પૂર્ણ કરવા પ્રાંત અને TDO ને રજૂઆત
નવીન આંગણવાડીઓના કામમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવતા કોન્ટ્રાકટરો સામે અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરી પગલાં ભરવા માંગ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ, નર્મદા જિલ્લા ચેરમેન સર્જન વસાવાએ તા.૨૨,નવેમ્બર,૨૦૨૪ નાં રોજ નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાઓમાં આવેલ ગામડા ઓમાં બની રહેલ નવીન આંગણવાડીઓનાં કામમાં ગેરરીતિ આચરતા હોવાનું જાણવા મળ્યું છે, તેમજ હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે, જેની આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદની ટીમ એ મુલાકાત લેતા આંગણવાડી ઓના કામમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવતા અને ગકુળગાયની ગતિએ કામ ચાલતું હોવાથી બાળકોના શિક્ષણ પર અસર પડી રહી છે, અને બાળકોને ભાડાનાં મકાનોમાં ભણવાની નોબત આવી છે, જેને ધ્યાનમાં લેતા આંતર્રાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા ના ચેરમેન સર્જન વસાવા એ દેડીયાપાડા પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી ને પત્ર લખી ને જાણ કરી છે, હવે આવનારો સમય માં આ જવાબદાર અધિકારીઓ દ્વારા આ બાબતે યોગ્ય તપાસ ધરી કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું?









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
