<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન, નર્મદા દ્રારા ૨૯ મહિલાઓને હોમમેડ અગરબત્તીની તાલીમ અપાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન, નર્મદા દ્રારા હોમમેડ
અગરબત્તી ની તાલીમ અપાઈ આ તાલીમ તારીખ ૧૩-૧૧-૨૦૨૪ થી ૨૨-૧૧-૨૦૨૪ સુધી ચાલી હતી. જેમા કુલ ૨૯ મહિલા તાલીમાર્થીઓએ તાલીમ લીધી હતી.
     આ તાલીમનું ઉદઘાટન BSVSના ડાયરેકટર રજનીકાંત સોલંકી તેમજ ફેકલ્ટી વિજયકુમાર વસાવા દ્વારા થયુ હતુ. જેમા ફેકલ્ટી સુનીલભાઇ તડવી તથા ઓફીસ આસિસ્ટન પ્રશાંતભાઇ વસાવા તથા દેવેન્દ્રભાઈ વસાવા તમામ સ્ટાફ તેમજ મનિષાબેન પટેલ જેવો DST તરીકે કાર્યરત હતા છે. તેમના નિરીક્ષણ દ્વારા આ તાલીમ આપવામા આવી હતી. જેમા બહેનો ને હોમમેડ અગરબત્તી ની માહિતી સાથે પ્રેકટીકલ પણ આપવામા આવ્યુ હતુ. જેથી કરીને બહેનો પણ પરિવારને આર્થિક આજીવિકામા મદદરુપ બની શકે.આયોજન ના છેલ્લામાં દિવસે BSVS ડાયરેકટર દ્નારા સર્ટીફિકેટ વિતરણ કરવામા આવ્યુ હતુ. આરસેટી ના મુખ્ય મથક રાજપીપલામા ડાયરેકટર દ્ધારા એવી પણ જાણકારી આપવામા આવી હતી કે BSVS મા આવનારા સમયમા મહિલા સિવણ તેમજ વિવિધ પ્રકારની તાલીમનુ આયોજન કરેલ છે. અને આવી રોજગાર લક્ષી અન્ય તાલીમ લેવા માગતા તાલીમાર્થીઓનુ અમે સ્વાગત કરીએ છે. જેથી કરીને રોજગારી મા વધારો કરી શકાય.

(9:46 PM IST)